ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

‘જ્યાં સુધી જીત મળી રહી છે, ત્યાં સુધી ઠીક…’ DLS થી જીત બાદ ગિલને લાગ્યો ડર

India vs New Zealand: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલા બીજા વનડે મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. વરસાદથી બાધિત આ મુકાબલામાં ભારતીય ટીમે ડકવર્થ લુઇસ (DLS) નિયમ હેઠળ 4 રનથી રોમાંચક જીત નોંધાવીને પાંચ મેચોની આ સિરીઝમાં 2-0 ની અજેય બઢત મેળવી છે. જોકે, 135 રનોના નાના ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની હાલત કફોડી બની ગઈ હતી અને અડધી ટીમ સસ્તામાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કેપ્ટન શુભમન ગિલનું નિવેદન

મેચ બાદ વાત કરતા કેપ્ટન શુભમન ગિલે જીતની ખુશી વ્યક્ત કરવાની સાથે ટીમની કમજોરીઓ પર પણ ખુલીને વાત કરી હતી. ગિલે જણાવ્યું કે, “જ્યાં સુધી આપણને જીત મળી રહી છે, ત્યાં સુધી બધું બરાબર છે… પરંતુ મેદાન પર હાલત બિલકુલ સરળ નહોતી. અમે શાનદાર બોલિંગ કરી અને કિવી ટીમને 130-140 ની આસપાસ રોકવી શાનદાર રહી.”

ભારતીય બેટિંગના સંઘર્ષ વિશે વાત કરતા ગિલે સ્વીકાર્યું કે, એક સમયે એવું લાગતું હતું કે આ ટાર્ગેટ ખૂબ જ સરળ છે, પરંતુ સતત વિકેટો પડતી રહી. જોકે, અંતમાં ટીમ લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહી. વરસાદના વિઘ્ન સમયે ભારતે 26 ઓવરોમાં 7 વિકેટે 113 રન બનાવી લીધા હતા અને DLS સ્કોરથી 4 રન આગળ હતી, જેના કારણે ભારતને વિજેતા જાહેર કરાયું હતું.

આ પણ વાંચોઃ સીએમ યોગી સરકારની કર્મચારીઓને દિવાળી ભેટ, DAમાં કર્યો મોટો વધારો

યુવા બોલર ગુરનૂર બરારના વખાણ

ટીમના બોલિંગ પ્રદર્શનથી ખુશ થયેલા કેપ્ટન ગિલે યુવા પેસર ગુરનૂર બરારના ભરપૂર વખાણ કર્યા હતા. બરારે આ મેચમાં માત્ર 30 રન આપીને 4 મોટી વિકેટ ઝડપી હતી. ગિલે કહ્યું કે, “ગુરનૂરે પાછલી મેચમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. આશા છે કે જેમ-જેમ તે વધુ મેચો રમશે અને અનુભવ મેળવશે, તેની લાઇન અને લેન્થમાં વધુ સાતત્ય આવશે. તેની પાસે ઝડપ અને ઉછાળ બંને છે.”

આ રોમાંચક જીત બાદ હવે ભારતીય ટીમ આગામી 10 તારીખે ત્રીજી વનડે માટે હેમિલ્ટન જવા રવાના થશે.

આ પણ વાંચોઃ Vastu Upay: કમાણી છતાં નથી થતી બચત? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ 5 મોટી ભૂલો

Back to top button