ગુજરાતટ્રેન્ડિંગ

શિયાળામાં ચોમાસા જેવો માહોલ: 4 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ

Gujarat Weather Update:  ગુજરાતમાં શિયાળાની સિઝન દરમિયાન અચાનક ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સહિતની સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના ૨૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે મગફળી અને સોયાબીન જેવા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ૩૧ ઑક્ટોબરના રોજ હળવાથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

4 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર, 31 ઑક્ટોબરના રોજ રાત્રિના 8 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

7 જિલ્લામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 31 ઑક્ટોબરના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

આ પણ વાંચોઃ બેન્ક એકાઉન્ટમાંથી જાણ બહાર કપાઇ ગયા પૈસા તો શું કરવું? જાણો રિફંડ પ્રોસેસ અને RBI ના નિયમ

કઈ વરસાદી સિસ્ટમો છે સક્રિય?

1. લો પ્રેશર: દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર બનેલું લો-પ્રેશર એરિયા યથાવત છે, જેનું સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) ૧.૫ કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.

2. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારો પર દરિયાની સપાટીથી ૪.૫ કિલોમીટર ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

આ પણ વાંચોઃ ભારત-ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ, T20Iમાં હાંસલ કરી મોટી સિદ્ધિ

Back to top button