ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

‘હું માફ કરી શકું છું, પણ ભૂલતી ક્યારેય નથી!’: સ્મૃતિ મંધાનાનું દર્દ છલકાયું, કહ્યું- મને બિચારી ન સમજો

Smriti Mandhana:  ક્રિકેટના મેદાન પર જ્યારે ભારતની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના બેટ પકડે છે ત્યારે વિશ્વભરના બોલરોના પરસેવા છૂટી જાય છે. ભારતીય મહિલા ટીમ શ્રીલંકા સામે એશિયા કપની ફાઈનલ મેચ રમવા જઈ રહી છે ત્યારે મેચ પહેલા સ્મૃતિ મંધાનાનો એક પોડકાસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના અંગત જીવન, ગુસ્સા અને મુશ્કેલ સમય વિશે ખુલીને વાત કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટી20 કરિયરના અદભુત આંકડા

શાંત સ્વભાવની દેખાતી મંધાનાએ પોતાના કરિયરમાં ઘણી અદભુત ઈનિંગ્સ રમી છે. મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં તેણે અત્યાર સુધી 175 મેચોમાં 30.46 ની એવરેજથી 4692 રન બનાવ્યા છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને તેની પાસે મોટી ઈનિંગની આશા છે.

જીવનની સૌથી મુશ્કેલ રાત અને અંગત જીવન

પોડકાસ્ટ દરમિયાન જ્યારે સ્મૃતિને તેના જીવનની સૌથી મુશ્કેલ રાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે થોડીવાર માટે મૌન થઈ ગઈ હતી અને તેની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાતું હતું. અંગત જીવન વિશે વાત કરવાનું ટાળતા તેણે માત્ર એટલું જ કહ્યું કે તે માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેણે કોરોનાકાળને પણ પોતાના જીવનનો ખૂબ મુશ્કેલ તબક્કો ગણાવ્યો હતો. પલાશ મુછલ સાથેના લગ્નની ચર્ચાઓ અને અફવાઓ વચ્ચે પણ તેણે પોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે મજબૂત સીમારેખા જાળવી રાખી છે.

‘મને બિચારી ન સમજો’ – મંધાનાનો રોકડિયો જવાબ

મંધાનાએ સ્વીકાર્યું કે બહારથી લોકો તેને ભલે શાંત અને સરળ સમજે, પણ તેની અંદર ઘણો ગુસ્સો ભરેલો છે. જોકે, તે બદલો લેવામાં કે કોઈની સહાનુભૂતિ મેળવવામાં વિશ્વાસ નથી રાખતી. તેણે સ્પષ્ટ કહ્યું કે તે નથી ઈચ્છતી કે કોઈ તેને બિચારી સમજે.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તે લોકોને સરળતાથી માફ કરી દે છે? ત્યારે તેણે દમદાર જવાબ આપતા કહ્યું, “હું માફ કરી શકું છું, પણ ક્યારેય ભૂલતી નથી.” તેનો અર્થ સ્પષ્ટ છે કે તે કોઈની સાથે ઝઘડો કર્યા વગર આગળ વધવામાં માને છે, પરંતુ તેની સાથે કોણે શું કર્યું છે તે ક્યારેય ભૂલતી નથી.

આ પણ વાંચોઃશેરબજારમાં ફ્યુચર્સ ટ્રેડિંગ અંગે સેબીનો મોટો નિર્ણય: એક્સપાયરી-ડે સેટલમેન્ટ પ્રાઇસ ગણતરીની નીતિમાં ફેરફારનો પ્રસ્તાવ

Back to top button