
Gujarat News : વડોદરામાં હરણી-સમા લિન્ક રોડ તેમજ અન્ય વિસ્તારોમાં એસપી ઈન્ફ્રાના નામે મકાનોની સ્કીમો આપી કૌભાંડ કર્યાનું સામે આવ્યું છે. આ અંગે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા, તેના પુત્ર અને ત્રણ ભાઈઓ સામે વધુ 2 ફરિયાદ નોંધવામાં આવી છે.
ગોધરાની મહિલાએ ગૂમાવ્યા 6.66 કરોડ
આ મામલામાં ગોધરાના રતનપુર ખાતે રહેતાં જ્યોતિકા પટેલે પોલીસને જણાવ્યું કે, વર્ષ-2021માં હરણી-સમા લિંક રોડ પર સ્કીમોમાં એસપી ઈન્ફ્રાના ભાગીદારો સુરેશ પાનસૂરિયા તેમજ અન્યની સ્કીમમાં દુકાન, ફ્લેટ્સ અને મલ્ટિપ્લેક્સ સ્ક્રીનમાં રોકાણ કર્યું હતું. પરંતુ આરોપીઓએ તેમની જાણ બહાર ખોટી સહી કરી અને બનાવટી દસ્તાવેજો બનાવીને બૂક કરાવેલી પ્રોપર્ટી ત્રાહિત વ્યક્તિને વેચી દીધી હતી. મહિલાએ કહ્યું કે, મારે કુલ રૂ.6.66 કરોડ લેવાના થાય છે. પરંતુ તેમણે આ જ સુધી રૂપિયા આપ્યા નથી કે પ્રોપર્ટી પણ આપી નથી અને બાનાખત પણ એકતરફી રદ કરાવી દીધા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
લુણાવાડાના વ્યક્તિએ રૂ.3.32 કરોડ ગૂમાવ્યા
બીજી ઘટનામાં મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ચંદુપુર ગામે રહેતા ચંદ્રકાંત પટેલે પોલીસને કહ્યું કે, સુરેશ પાનસૂરિયા, તેના પુત્ર અને ભાઈઓની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું. પરંતુ મને મારા રૂ.3.32 કરોડ પરત મળ્યા નથી કે પ્રોપર્ટી પણ મળી નથી. હરણી પોલીસે ઉપરોક્ત બંને ફરિયાદને આધારે સુરેશ પાનસૂરિયા, મનીષ પાનસૂરિયા, પ્રવિણ પાનસૂરિયા, કિશોર પાનસૂરિયા, કિશોર પાનસૂરિયા અને રવિ પાનસૂરિયા સામે અલગ અલગ ગુના દાખલ કર્યા છે.
આ પણ વાંચો : ગુજરાતની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ












