ફક્ત ‘Hi’ લખો અને વોટ્સએપ પર મળશે PF બેલેન્સની ‘A to Z’ ડિટેલ

EPFO Launches New WhatsApp Service: EPFO ના સભ્યો માટે એક નવી વોટ્સએપ સર્વિસ લૉન્ચ કરવામાં આવી છે. આનો ઉપયોગ કરીને માત્ર PF ખાતામાં જમા બેલેન્સની ડિટેલ જાણી શકાશે નહીં, પરંતુ ટ્રાન્ઝેક્શનની માહિતી પણ ફટાફટ મળી રહેશે. તમારે ફક્ત ‘Hi’ લખવાનું રહેશે અને PF આઉટકાઉન્ટ સાથે જોડાયેલી તમામ માહિતી સામે હશે. આ ઉપરાંત આના માધ્યમથી EPFO દ્વારા આપવામાં આવતા તમામ અપડેટ્સ પણ મળતા રહેશે. આવો જાણીએ તેનો ઉપયોગ કરવાની પૂરી રીત.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ફટાફટ મળશે PF ની એક-એક ડિટેલ
સરકારે રવિવારે EPFO ની વોટ્સએપ સેવા લૉન્ચ કરી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ તેની શરૂઆત કરી છે. EPFO New WhatsApp Service ના માધ્યમથી હવે PF મેમ્બર્સ ઝટપટ પોતાનું PF બેલેન્સ તેમજ PF Account પાસબુક સાથે જોડાયેલી ડિટેલ મેળવી શકશે. EPFO દ્વારા આ સર્વિસને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ દ્વારા વિગતો શેર કરવામાં આવી છે.
EPFO એ કઈ પોસ્ટ શેર કરી?
EPFO દ્વારા કરવામાં આવેલી એક્સ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે મેમ્બર્સ માટે EPFO WhatsApp લૉન્ચ કરી દેવામાં આવ્યું છે. આના માધ્યમથી માત્ર PF બેલેન્સ ચેક જ નથી કરી શકાતું, પરંતુ છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શનની ડિટેલ પણ મેળવી શકાય છે. એટલું જ નહીં, માત્ર એક વોટ્સએપ મેસેજ મોકલીને યુઝર પોતાના PF આઉટકાઉન્ટની પાસબુક પણ ડાઉનલોડ કરી શકે છે.
આ પણ વાંચોઃ અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર: રાહુલ ગાંધીની રેલીને ગણાવી ‘ઘુસણખોર બચાવો રેલી’
આ સોશિયલ મીડિયા પોસ્ટમાં EPFO દ્વારા એક QR Code પણ શેર કરવામાં આવ્યો છે, જેને સ્કેન કરીને સીધા વોટ્સએપથી જોડાઈ શકાય છે અને માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત EPFO દ્વારા એક વોટ્સએપ નંબર પણ શેર કરવામાં આવ્યો છે, જે 8796441800 છે.
WhatsApp નંબરથી કેવી રીતે જોડાવું?
-
EPFO દ્વારા આપવામાં આવેલો નંબર 8796441800 સેવ કરો.
-
WhatsApp ખોલો અને આ નંબર પર ચેટ ઓપન કરો.
-
હવે આ નંબર પર તમારે ‘Hi’ મોકલવાનું રહેશે.
-
હવે વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરવી પડશે. જે નંબરથી તમે ચેટબોટ યુઝ કરો છો, તે UAN સાથે જોડાયેલો હોવો જોઈએ.
-
વેરિફિકેશન પછી તમારી જરૂરિયાત મુજબ સર્વિસ પસંદ કરો.
-
તમે PF બેલેન્સ, ટ્રાન્ઝેક્શન અથવા પાસબુક ડાઉનલોડ ઓપ્શન પસંદ કરી શકો છો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: ગેરકાયદેસર રીતે રહેતા 61 બાંગ્લાદેશીઓ ઝડપાયા












