ટોપ ન્યૂઝનેશનલ

ભૂટાનમાં PM મોદીને સમર્પિત કર્યો 78મો સ્તૂપ, રિજિજૂએ કહ્યું- દેશ માટે આ મોટું સમ્માન

National News : ભારત-ભૂટાન મિત્રતા પ્રત્યેના તેમના ઉત્કૃષ્ટ દ્રષ્ટિકોણ અને પ્રતિબદ્ધતાને માન આપીને ભૂટાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક સ્તૂપ સમર્પિત કર્યો છે. પીએમ મોદીને સમર્પિત આ સ્તૂપ, હજારો સ્વયંસેવકો દ્વારા એક જ દિવસમાં બનાવવામાં આવેલા 108 સ્તૂપોમાંથી એક છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ભૂટાનના આ નિર્ણયને એક મહાન સન્માન ગણાવ્યું.

108 બૌદ્ધ સ્તૂપોમાંથી 76 નંબરનો સ્તૂપ PM મોદીને સમર્પિત

અહેવાલો અનુસાર, ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી ખાતે બાંધવામાં આવેલા 108 બૌદ્ધ સ્તૂપોમાંથી 76 નંબરનો સ્તૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યો. આ સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી દ્રષ્ટિકોણ, પ્રતિબદ્ધતા અને ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી પ્રોજેક્ટને ભારતના સતત સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આપવામાં આવ્યું હતું.

એક જ દિવસમાં 108 બૌદ્ધ સ્તૂપનું નિર્માણ

ભૂતાનના રાજા દ્વારા કલ્પના કરાયેલ પ્રોજેક્ટ 108 હેઠળ, હજારો સ્વયંસેવકોએ આસામ સરહદ નજીક ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીમાં આઈ (માઉ) નદીના કિનારે 11.7 કિલોમીટરના પટમાં એક જ દિવસમાં 108 બૌદ્ધ સ્તૂપ (ઝાંગચુપ ચોર્ટેન્સ) બનાવ્યા. દરેક સ્તૂપ 15 મીટર ઊંચો છે અને 108 મીટરના અંતરે સ્થિત છે.

સ્તૂપ નંબર 76 ખાતે પ્રાર્થના

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીને વજ્રયાન બૌદ્ધ ધર્મના મુખ્ય કેન્દ્ર તરીકે રજૂ કરવાનો છે, સાથે સાથે ભૂટાનના લોકોના મૂલ્યો અને સંસ્કૃતિને પણ પ્રતિબિંબિત કરવાનો છે. ભૂટાનના રાજા, ભૂટાનના વડા પ્રધાન દાશો ત્શેરિંગ ટોબગે અને ભારતનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને સ્તૂપ નંબર 76 ખાતે સામૂહિક પ્રાર્થના કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

“સ્તૂપ સમર્પિત કરવો એ કોઈ સામાન્ય બાબત નથી.”

રિજિજુએ ભૂટાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, તેને ભારત માટે એક મહાન સન્માન ગણાવ્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રિજિજુએ કહ્યું કે, “પવિત્ર સ્તૂપ કોઈને સમર્પિત કરવો એ કોઈ સામાન્ય બાબત નથી. તે એક ખૂબ જ પુણ્યશાળી, શુભ અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ કાર્ય છે. બૌદ્ધ ધર્મમાં, સ્તૂપ ફક્ત એક સ્મારક નથી, પરંતુ બુદ્ધના પ્રબુદ્ધ મનનું ભૌતિક અભિવ્યક્તિ છે.”

રિજિજુએ ભૂટાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

કેન્દ્રીય મંત્રીએ ભૂટાનના રાજા પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી, જેમણે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “સ્તૂપ 76″ સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે, આ તેમની ઊંડી સમજણ અને ભારત અને ભૂટાન વચ્ચેની અનોખી, આધ્યાત્મિક અને સ્થાયી મિત્રતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતામાં મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.”

તેમણે કહ્યું કે, “ભુટાનના ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી ખાતે આયોજિત પવિત્ર સમારોહમાં ભાગ લેવાની તક મળી તે બદલ હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું, જ્યાં લ્હાબાબ ડુચેનના શુભ પ્રસંગે 108 સ્તૂપ સ્થાપિત અને પવિત્ર કરવામાં આવ્યા હતા. સમારોહ દરમિયાન ડુંગચેન (પરંપરાગત સંગીતનાં સાધનો) પણ વગાડવામાં આવ્યા હતા.”

આ પણ વાંચો : જમ્મુ – કાશ્મીરમાં આતંકી ફંડિક પર EDનું મોટું એક્શન, શ્રીનગરમાં 4 ઠેકાણા પર દરોડા

Back to top button