કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છની ધારા શર્માનો કમાલ: રાજ્ય પાવરલિફ્ટિંગમાં પ્રથમ સ્થાન

Kutch News: કચ્છ માટે ગૌરવનો વિષય બને તેવી એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ભુજની 18 વર્ષની પ્રતિભાશાળી વિદ્યાર્થીની ધારા શર્માએ પાવરલિફ્ટિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ સંકુલમાં યોજાયેલી પાવરલિફ્ટિંગ ઇન્ડિયા (PI) સ્પર્ધામાં ધારાએ કુલ 265 કિલોગ્રામ વજન ઊંચકી આ સિદ્ધિ મેળવી હતી. ધારાના પ્રદર્શનની વાત કરીએ તો તેણે સ્ક્વેટમાં 85 કિલોગ્રામ, બેન્ચપ્રેસમાં 55 કિલોગ્રામ અને ડેડલિફ્ટમાં 125 કિલોગ્રામ વજન ઊંચકી પોતાના દમખમ અને મહેનતનું પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ તે કચ્છ જિલ્લાની પ્રથમ જુનિયર યુવતી બની છે જેણે આ પ્રતિષ્ઠિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ધારાની આ સફળતા પાછળ ભુજના જાણીતા પાવરલિફ્ટર વત્સલ મહેશ્વરીનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમના માર્ગદર્શન અને તાલીમ હેઠળ ધારાએ આ સિદ્ધિ મેળવી છે. વત્સલે જણાવ્યું હતું કે ધારા ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને તે ભવિષ્યમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ચોક્કસપણે પોતાનું નામ રોશન કરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હવે ધારા આગામી મે મહિનામાં આંધ્ર પ્રદેશમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જો તે ત્યાં પણ વિજેતા બને છે, તો તેને સાઉથ આફ્રિકામાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.

ધારાની આ સિદ્ધિએ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી ફેલાવી છે. યુવાઓ માટે તે પ્રેરણારૂપ બની છે અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે નવી દિશા દર્શાવી છે.

આ પણ વાંચો : આજથી સાબરમતી નદી ખાલી કરાશે, 9 કરોડના ખર્ચે આ કામ થશે

Back to top button