ગુજરાત

અમદાવાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે જાતિવિષયક અપમાનજનક ટિપ્પણી: ઈસનપુર પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધ્યો ગુનો

Ahmedabad Instagram Influencer Controversy: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મેકઅપ આર્ટિસ્ટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિના મકવાણા સામે ઇન્સ્ટાગ્રામ પર જાતિવિષયક અપમાનજનક ટિપ્પણી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મંદિર ખાતે રીલ બનાવવાના વિવાદ બાદ એક યુઝર દ્વારા ટ્રોલિંગ વીડિયોની કમેન્ટમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

હરે કૃષ્ણ મંદિરે રીલ શૂટિંગ મુદ્દે સર્જાયો હતો વિવાદ

નારોલ-નરોડા રોડ પર આવેલા મુરલીધર સ્કાય ખાતે રહેતી હિના પ્રવિણભાઈ મકવાણાએ ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરના ઇન્સ્ટાગ્રામ પેજ પર શૂટિંગ માટેની જાહેરાત જોઈ હતી. મંદિરમાં વાતચીત કર્યા બાદ, 4 સપ્ટેમ્બર ના રોજ રાત્રે તે પોતાના પરિવાર સાથે શૂટિંગ માટે ભાડજ મંદિરે પહોંચી હતી. જોકે, ત્યાં હાજર અન્ય સેવકોએ કોઈ કારણોસર તેમને વીડિયો શૂટ કરવાની ના પાડી દીધી હતી અને મંદિરની બહાર જવાનું કહ્યું હતું.

ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલિંગ વીડિયો અને જાતિવાદી કમેન્ટ

આ સમગ્ર ઘટના અંગે હિના મકવાણાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક વીડિયો અપલોડ કરીને આપવીતી જણાવી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ rj_shivang નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે હિનાનો ફોટો વાપરીને તેને ટ્રોલ કરતી એક રીલ બનાવી હતી. ત્યારબાદ 6 સપ્ટેમ્બર ના રોજ rohan_shah87 નામના અન્ય એક યુઝરે તે ટ્રોલિંગ વીડિયોની નીચે હિનાની જાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક ટિપ્પણી કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઇન્ફ્લુએન્સરે પોલીસમાં નોંધાવી ફરિયાદ

જાતિવિષયક ટિપ્પણીથી દુઃખી થઈને હિના મકવાણાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હિનાએ પોતાનો દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તે બાળપણથી જ જાતિવાદનો સામનો કરી રહી છે. ભૂતકાળમાં 15 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતી વખતે પણ તેને જાતિના કારણે મકાન મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી.

 

આ પણ વાંચો: iPhone Duo જેવો Samsung Fold 8, 3 લાખ ખર્ચવાની જરૂર નથી, માત્ર ₹72 હજારમાં ખરીદો

Back to top button