કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવા વર્ષના બીજા દિવસે પણ દ્વારકાધીશના દર્શને ઉમટ્યો ભક્તોનો મહાસાગર

Dwarka : દિવાળી પર્વ અને નૂતન વર્ષના વધામણાં બાદ આજે ભાઈબીજના પાવન અવસરે યાત્રાધામ દ્વારકામાં આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. વિશ્વપ્રસિદ્ધ જગતમંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના મંગળા દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગોમતી નગરી પહોંચ્યા છે. દિવાળી વેકેશનના કારણે મંદિર પરિસર સહિત સમગ્ર યાત્રાધામ ‘જય દ્વારકાધીશ’ અને ‘જય કાળિયા ઠાકોર’ના ગગનભેદી જયઘોષથી ગૂંજી ઊઠ્યું છે, જેના પગલે ચારેય તરફ ઉત્સવ જેવો ભક્તિમય માહોલ સર્જાયો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કલાકોની પ્રતીક્ષા છતાં ભક્તોના ઉત્સાહમાં અખૂટ ઉર્જા

નવા વર્ષના પ્રારંભે ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરના પ્રવેશદ્વારો અને છપ્પન સીડી બહાર કિલોમીટરો સુધી દર્શનાર્થીઓની લાંબી લાઇનો લાગી ગઈ હતી. કાળિયા ઠાકોર પ્રત્યેની અતૂટ આસ્થાને પગલે કલાકો સુધી કતારમાં ઊભા રહેવા છતાં ભક્તોના ચહેરા પર સ્હેજ પણ થાક જણાતો નહોતો. દર્શન કરીને બહાર નીકળતા ભક્તો ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો: IPLમાં બે નવી ટીમોની થશે એન્ટ્રી? BCCIએ અટકળો વચ્ચે કરી મોટી સ્પષ્ટતા

પ્રશાસન દ્વારા સુચારુ વ્યવસ્થા: વૃદ્ધો માટે વ્હીલચેર અને કડક સુરક્ષા વ્યવસ્થા

વેકેશન દરમિયાન માનવ મહેરામણને ધ્યાને રાખીને દેવસ્થાન સમિતિ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. વૃદ્ધો, દિવ્યાંગો અને અશક્ત યાત્રાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે વિશેષ વ્હીલચેર તેમજ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અતિશય ભીડમાં ધક્કામુક્કી કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા સીસીટીવી કેમેરા મારફતે રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભક્તો શાંતિપૂર્ણ અને સુગમ રીતે દર્શન કરી શકે તે માટે દર્શન વ્યવસ્થાને તબક્કાવાર રીતે સંચાલિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સ્વચ્છતામાં અમદાવાદે ફરી મારી બાજી, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો એવોર્ડ

Back to top button