ટ્રેન્ડિંગનેશનલ

સોનિયા ગાંધીના દાવા પર અન્ના હજારેનો પલટવાર, કહ્યું- ભાજપ કે RSS સાથે કોઈ સંબંધ નથી

Sonia Gandhi book: કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પોતાની પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ (Belonging: A Journey of Love) માં અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમણે આ આંદોલનને લઈને અનેક દાવાઓ કર્યા છે. હવે આ દાવાઓ સામે અન્ના હજારેએ કડક પ્રતિક્રિયા આપી છે અને સોનિયા ગાંધીના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અન્ના હજારેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમનો કે તેમના આંદોલનનો ભાજપ કે આરએસએસ (RSS) સાથે કોઈ જ સંબંધ નથી. તેમણે કહ્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષ વિશે વિચારતા નથી, કારણ કે તેમના માટે દેશ અને સમાજ જ સર્વોપરી છે. સોનિયા ગાંધીને નસીહત આપતા અન્નાએ કહ્યું કે દેશે વિશે વિચારો અને સંકીર્ણ માનસિકતા ન રાખો.

‘મારે કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી’

મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ ખાતે મીડિયા સાથે વાતચીત કરતા અન્ના હજારેએ કહ્યું કે સોનિયા ગાંધીનો દાવો તદ્દન ખોટો છે. તેઓ ક્યારેય આવા સંગઠનોના કાર્યક્રમોમાં પણ ભાગ નથી લેતા. તેમણે કહ્યું કે હું જે કંઈ પણ કરું છું તે માત્ર દેશ અને સમાજ માટે કરું છું. મારા માટે મારો દેશ સૌથી પહેલા છે.

આ પણ વાંચો: સ્વચ્છતામાં અમદાવાદે ફરી મારી બાજી, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો એવોર્ડ

અન્નાએ તે વાત પર પણ સવાલ ઉઠાવ્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે, આંદોલનના કારણે 2014માં મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ (UPA) સરકાર ચૂંટણી હારી ગઈ હતી. તેમણે પૂછ્યું કે આ પ્રકારનો દાવો કરવાનો આધાર શું છે?

‘મળ્યા વગર આ રીતે ટિપ્પણી કરવી કેટલી યોગ્ય?’

સોનિયા ગાંધીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા અન્નાએ જણાવ્યું કે તેમણે ક્યારેય સોનિયા ગાંધીને જોયા નથી અને સોનિયાએ પણ તેમને જોયા નથી. આવી સ્થિતિમાં એકબીજાને મળ્યા વિના આ પ્રકારે નિવેદનો આપવા કેટલા યોગ્ય કહેવાય? તેમણે કહ્યું કે, જવાબદાર વ્યક્તિએ હંમેશાં જવાબદારીપૂર્વક વાત કરવી જોઈએ. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે આંદોલનને પડદા પાછળથી ભાજપ-આરએસએસનું સમર્થન મળ્યું હતું, જેને અન્નાએ પાયાવિહોણું ગણાવ્યું છે.

અન્ના હજારેએ અંતમાં કહ્યું કે તેમને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કોઈ તેમના વિશે શું લખે કે બોલે છે. લોકોએ દેશની વાસ્તવિક સમસ્યાઓ અને મુશ્કેલીઓ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે દુષ્કાળ જેવા ગંભીર મુદ્દાઓનો ઉલ્લેખ કરીને તે દિશામાં કામ કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે તેમની આગામી પુસ્તક ‘અન્ના હજારે: ગ્રામ યોગી’ પણ લખાઈ રહી છે, જેથી લોકો તેમના કામ અને વિચારો વિશે જાણી શકે.

આ પણ વાંચો: હરદોઈ ગંગા એક્સપ્રેસવે પર અકસ્માત, IT કંપનીના વાઈસ ચેરમેન સહિત 4 લોકોના મોત

Back to top button