‘એવા ફટાકડા, જે તાપમાન વધારે, AQI નહીં.’ ગર્લ્સ ગેંગ સાથે સારા તેંડુલકરની મસ્તી
Sara Tendulkar: સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો અને સ્ટાઇલિશ અંદાજને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. દિવાળીના તહેવાર દરમિયાન પણ સારાએ પોતાની ખાસ તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ફેસ્ટિવલ સીઝન વચ્ચે તેણે પોતાની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગર્લ્સ ગેંગ સાથે સારાની મસ્તી
![]()
સારાએ પોતાની સહેલીઓ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પોતાના ગર્લ્સ ગેંગ સાથે મસ્તી કરતી અને કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. મિત્રો સાથેની સારાની આ મસ્તીભરી તસવીરો ચાહકોને પસંદ આવી રહી છે.
સારાનો સ્ટાઇલિશ અંદાજ ચર્ચામાં
https://static.langimg.com/nbt/thumb/135739097/navbharat-times.jpg?imgsize=269985&width=700&resizemode=3
ગર્લ્સ ગેંગ સાથેની મસ્તી વચ્ચે સારાનો સ્ટાઇલિશ લુક પણ જોવા મળ્યો છે. તેણે પોતાની એક સોલો તસવીર પણ શેર કરી છે. સારા અવારનવાર પોતાના ફેશન સેન્સ અને સુંદર અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
આ પણ વાંચો: સ્વચ્છતામાં અમદાવાદે ફરી મારી બાજી, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો એવોર્ડ
કેપ્શનમાં આપ્યો મજેદાર મેસેજ
![]()
સારાએ તસવીરો સાથે એક મજેદાર સંદેશ પણ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું, ‘એવા ફટાકડા, જે તાપમાન વધારે, AQI નહીં.’ તેના આ મેસેજે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ભાભી સાનિયા ચંડોકે પણ કરી કોમેન્ટ
![]()
સારા અને તેની ભાભી સાનિયા ચંડોક વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ જોવા મળે છે. આ તસવીરોમાં સાનિયા જોવા મળી નહોતી, પરંતુ તેણે પોસ્ટ પર કોમેન્ટ કરવાનું ચૂક્યું નહોતું. સાનિયાએ સારાની પોસ્ટ પર ‘ક્યુટીઝ’ લખીને પ્રેમ વ્યક્ત કર્યો હતો.












