ગુજરાત

આગાહી : બે સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો, રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો. આ અસરના કારણે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

6 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

એ.કે.દાસના જણાવ્યા અનુસાર, 6મેના ઉત્તરથી દક્ષિણ અને મધ્ય ભાગ, તથા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં મુખ્યત્ત્વે અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, રાજકોટ અને કચ્છ જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં 7 થી 12 મે સુધી મોટાભાગે સૂકું હવામાન રહેવાનું અનુમાન છે. હાલ દક્ષિણ- પશ્વિમ રાજસ્થાન પર 1.5 કિલોમીટરની ઉંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં દક્ષિણ- પશ્વિમથી પશ્વિમ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ રાજકોટમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 39 ડિગ્રી અને 38.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ બદલાવ નહીં આવે, ત્યારબાદ તેમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ જઈ શકે છે. ઊંચા તાપમાન અને વધુ પડતા ભેજના કારણે 9થી 12 મે દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેશે. આજે અમદાવાદમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

 

આ પણ વાંચો : સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું

Back to top button