રામાયણના ટ્રેલરમાંથી 11 સેકન્ડનો સીન લીક થયો? વીડિયો જોઈ ચાહકો નારાજ, પરંતુ સત્ય જાણીને રહેશો દંગ

Ramayana Movie News: નિર્દેશક નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ રામાયણને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. ફિલ્મના ટ્રેલરમાંથી 11 સેકન્ડનો એક વીડિયો લીક થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં ચાહકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે બાદમાં સામે આવેલી હકીકતે સમગ્ર મામલાને નવો વળાંક આપ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો 11 સેકન્ડનો વીડિયો
X સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અભિનેતા રણબીર કપૂર ભગવાન શ્રીરામના અવતારમાં જોવા મળે છે અને એક રાક્ષસનો વધ કરતા નજરે પડે છે.
ઘણા યુઝર્સનો દાવો છે કે આ સીન તાજેતરમાં યોજાયેલા CinemaCon ઇવેન્ટમાં દર્શાવવામાં આવેલા રામાયણના ટ્રેલરનો ભાગ છે. વીડિયો વાયરલ થતાં જ ચાહકોએ લીક માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
શું ખરેખર ટ્રેલર લીક થયું?
બીજી તરફ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે વાયરલ વીડિયો અસલી નથી. તેમના જણાવ્યા અનુસાર આ ક્લિપ AIની મદદથી તૈયાર કરવામાં આવી છે અને તેનો ફિલ્મના સત્તાવાર ટ્રેલર સાથે કોઈ સંબંધ નથી. કેટલાક લોકોએ AI દ્વારા બનાવવામાં આવેલો સંપૂર્ણ વીડિયો પણ શેર કર્યો છે અને કહ્યું છે કે વાયરલ ક્લિપ એ જ વીડિયોનો ભાગ છે.
WTF 🤯🤯🤯
🚨🚨
RAMAYANA Leaked Scene 🔥🔥🔥 pic.twitter.com/1i5UwEGD8n— Mabbi_Gaadi_ Ruleee❤️🔥❤️🔥 (@ShruthiNai30968) July 1, 2026
આદિપુરુષ કરતાં પણ સારું હોવાનું કહ્યું
રસપ્રદ વાત એ છે કે ઘણા યુઝર્સે AI દ્વારા બનાવાયેલા આ વીડિયોના વખાણ કરતાં લખ્યું કે તે આદિપુરુષના VFX કરતાં પણ ઘણો વધુ પ્રભાવશાળી લાગે છે.
ટીઝરને મળ્યો હતો મિશ્ર પ્રતિસાદ
રામાયણનું પ્રથમ ટીઝર હનુમાન જયંતિના અવસરે રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં ભગવાન શ્રીરામના પાત્રમાં રણબીર કપૂર અને રાવણના પાત્રમાં યશની પ્રથમ ઝલક જોવા મળી હતી.
જોકે ટીઝરને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને ફિલ્મના VFXને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠ્યા હતા.












