SPની ખુરશી પર બેસીને બનાવી રીલ, Video Viral થતાં ઈન્સ્ટા એકાઉન્ટ ડિલીટ કર્યું

Video Viral: સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ ક્યારેક ભારે પડી શકે છે. ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક PSIની વહુએ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP)ની ખુરશી પર બેસીને રીલ બનાવી હતી. વીડિયો વાયરલ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આખરે મહિલાએ માફી માંગી, રીલ ડિલીટ કરી અને પોતાનું Instagram એકાઉન્ટ પણ બંધ કરી દીધું હતું.
નિવૃત્તિ સમારંભ બાદ બની ઘટના
મળતી માહિતી મુજબ 30 જૂન 2026ના રોજ કકોર સ્થિત પોલીસ અધિક્ષક કચેરીના સભાખંડમાં ચાર પોલીસ કર્મચારીઓના નિવૃત્તિ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હતા.
તે દરમિયાન નિવૃત્ત પોલીસ કર્મચારીના પરિવારની એક મહિલા સભ્ય, જે તેમની વહુ હોવાનું જણાવાય છે, ખાલી પડેલા સભાખંડમાં પહોંચી હતી. ત્યાં તેમણે સીધા જ SPની ખુરશી પર બેસીને રીલ બનાવી હતી.
Instagram પર પોસ્ટ કરતાં જ થયો વિવાદ
મહિલાએ આ વીડિયો પોતાના Instagram એકાઉન્ટ પર શેર કર્યો હતો. આશરે 16 હજાર ફોલોઅર્સ ધરાવતા આ એકાઉન્ટ પરથી વીડિયો પોસ્ટ થતાં જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. સરકારી કચેરીની ગરિમા અને પોલીસ વિભાગની શિસ્તને લઈને લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી.
In Auraiya, Uttar Pradesh, the daughter-in-law of a retired police officer sat on the SP’s chair to make a reel during a farewell event. The video sparked outrage over misuse of official premises.
The woman later apologized & deleted her Instagram account.#Auraiya #ViralReel pic.twitter.com/ydca2fJr7Q
— UnMuteINDIA (@LetsUnMuteIndia) July 2, 2026
પોલીસ વિભાગે તરત જ લીધી નોંધ
વીડિયો વાયરલ થતાં જ પોલીસ અધિક્ષક અભિષેક ભારતીના નિર્દેશ પર સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી. પોલીસે નિવૃત્ત પોલીસ કર્મચારીનો સંપર્ક કર્યો અને ઘટનાની માહિતી મેળવી.
તપાસ દરમિયાન મહિલા અને નિવૃત્ત PSIએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો કોઈની લાગણી દુભાવવા અથવા પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.
માફી માંગીને ડિલીટ કર્યું Instagram એકાઉન્ટ
વિવાદ વધતા મહિલાએ પહેલા વિવાદિત રીલ ડિલીટ કરી અને ત્યારબાદ પોતાનું લગભગ 16 હજાર ફોલોઅર્સ ધરાવતું Instagram એકાઉન્ટ પણ બંધ કરી દીધું. સાથે જ તેમણે લેખિત તેમજ વીડિયો દ્વારા જાહેર માફી પણ માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં થાય તેવી ખાતરી આપી.












