ગુજરાતટ્રેન્ડિંગ

RSS સાથે સંકળાયેલા ડૉ. પૃથ્રુલ દેસાઈ બન્યા ગુજરાત યુનિવર્સિટીના નવા VC 

Gujarat University New VC: ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની લાંબા સમયથી અટકી પડેલી નિયુક્તિ પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે. ડૉ. પૃથ્રુલ દેસાઈને ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉ. પૃથ્રુલ દેસાઈ હાલ સુરતની સર પી.ટી. સાર્વજનિક કૉલેજ ઑફ સાયન્સના પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાજ્યપાલના નામે ‘ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ ઍક્ટ, 2023’ની કલમ 10(4) હેઠળ આ નિમણૂંક કરવામાં આવી છે. ડૉ. પૃથ્રુલ દેસાઈનો કાર્યકાળ તેઓ પદનો ચાર્જ સંભાળે તે દિવસથી 5 વર્ષ અથવા તેમની ઉંમર 65 વર્ષ થાય ત્યાં સુધી (જે વહેલું હોય તે) રહેશે. તેઓ ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની જગ્યા લેશે.

શૈક્ષણિક લાયકાત (Academic Qualifications)

  • Ph.D. (Nuclear Physics): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતમાંથી વર્ષ 2010 માં doctorate ની પદવી મેળવી.

  • SLET (Physics): વર્ષ 2007 માં ફિઝિક્સ વિષયમાં પ્રથમ પ્રયાસે SLET પરીક્ષા પાસ કરનાર ગુજરાતના પ્રથમ વ્યક્તિ બન્યા.

  • M.Sc. (Physics – Electronics): વર્ષ 1993 માં VNSGU ખાતે 62% ગુણ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

  • B.Sc. (Physics): વર્ષ 1991 માં VNSGU ખાતે 77% ગુણ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું.

આ પણ વાંચોઃ અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડે મુસાફરો પાસે બળજબરીથી નાણાં ઉઘરાવતી 3 કિન્નરોની ટોળકી ઝડપાઈ

કારકિર્દી અને અનુભવ (Career and Experience)

  • પ્રિન્સિપાલ તરીકે અનુભવ: મે 2012 થી વર્તમાન સમય સુધી સુરતની સર પી. ટી. સાર્વજનિક કૉલેજ ઑફ સાયન્સ (ઓટોનોમસ) ખાતે પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા છે.

  • લેક્ચરર તરીકે સેવા: ડિસેમ્બર 1994 થી મે 2012 દરમિયાન સુરતની નવયુગ સાયન્સ કૉલેજમાં ફિઝિક્સના લેક્ચરર તરીકે ફરજ બજાવી હતી.

એવોર્ડ અને સન્માન (Awards & Honors)

  • શિક્ષણ રત્ન એવોર્ડ: વર્ષ 2021-22 માં ‘ચુનીલાલ ઘેલાભાઈ શાહ શિક્ષણ રત્ન ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  • SGCCI એવોર્ડ (2023): વર્ષ 2023 માં આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ/કૉલેજ ઑફ એજ્યુકેશન શ્રેણીમાં ‘SGCCI ગોલ્ડન જુબિલી મહાવીર સિન્થેસિસ ઍવૉર્ડ’ મળ્યો હતો.

  • SGCCI એવોર્ડ (2012-13): વર્ષ 2012-2013 માં ‘SGCCI આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ ઍવૉર્ડ’ પ્રાપ્ત થયો હતો.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ

Back to top button