અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડે મુસાફરો પાસે બળજબરીથી નાણાં ઉઘરાવતી 3 કિન્નરોની ટોળકી ઝડપાઈ

Ahmedabad Crime: અમદાવાદ શહેરના ગીતામંદિર સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે જાહેરમાં એસ.ટી. બસોને અટકાવી મુસાફરો પાસે બળજબરીથી પૈસા ઉઘરાવતી અને પૈસા ન આપે તો માર મારવાની ધમકી આપતી ત્રણ કિન્નરોની ટોળકી સામે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. 6 નવેમ્બરના રોજ સાંજે મુસાફરો અને બસ ચાલકો માટે માથાનો દુખાવો બનેલી આ ત્રિપુટી હોબાળો મચાવી રહી હતી ત્યારે એસ.ટી. નિગમના ટ્રાફિક સ્ટાફે તેમને રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બસ અટકાવી મુસાફરો પાસે કરતા હતા બળજબરીથી ઉઘરાણી
મળતી માહિતી મુજબ, ગીતામંદિર એસ.ટી. નિગમના ટ્રાફિક ઈન્સ્પેક્ટર 6 નવેમ્બરના રોજ સાંજે ફરજ પર હાજર હતા. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે ગીતામંદિર બસ સ્ટેશનના બહાર નીકળવાના ગેટ પાસે કેટલાક કિન્નરો એસ.ટી. બસો આગળ અડચણ ઊભી કરી બસોને રોકી રહ્યા છે. માહિતી મળતા જ ટ્રાફિક ઈન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ ‘જ્યાં સુધી જીત મળી રહી છે, ત્યાં સુધી ઠીક…’ DLS થી જીત બાદ ગિલને લાગ્યો ડર
સ્થળ પર તપાસ દરમિયાન 3 કિન્નરો બસો અટકાવી હોબાળો મચાવતા નજરે પડ્યા હતા. આ શખ્સો બસમાં ચઢીને મુસાફરો પાસે બળજબરીપૂર્વક રૂપિયાની ઉઘરાણી કરતા હતા અને જે મુસાફર રૂપિયા આપવાનો ઇનકાર કરે તેને જાહેરમાં માર મારવાની ધમકી આપતા હતા. એસ.ટી. સ્ટાફે ત્રણેયને પકડી પોલીસને જાણ કરતાં કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક્ઝિટ ગેટ પર ટ્રાફિક જામ કરી ફેલાવતા હતા ભય
સેન્ટ્રલ બસ સ્ટેન્ડના એક્ઝિટ ગેટ પરથી દર મિનિટે લાંબા અંતરની બસો રવાના થતી હોય છે. કિન્નરો બરાબર ગેટના મુખ આગળ જ ઊભા રહી જતા હોવાથી પાછળ બસોની લાંબી લાઇન લાગી જતી હતી. મુસાફરો પરિવાર સાથે હોય ત્યારે જાહેરમાં બબાલ અને તમાશો ટાળવા માટે અનિચ્છાએ પણ રૂપિયા આપી દેતા હતા. આ માનસિકતાનો લાભ ઉઠાવી આ ટોળકી નિયમિત રીતે મુસાફરોને ટાર્ગેટ કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ દિવાળીમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાના 3 શુભ મુહૂર્ત, નોંધો પૂજાના સમય, સામગ્રી અને પદ્ધતિ












