ચીને આપી ગંભીર ચેતવણી, નેપાળ પર ફરી આફતનો ખતરો?
Nepal Floods: નેપાળમાં કુદરતી પ્રકોપના કારણે અત્યાર સુધીમાં 350થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે હજારો લોકો લાપતા છે. આ ભયાનક તારાજી વચ્ચે હવે નેપાળ પર વધુ એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે. નેપાળની ભોટેકોશી નદીમાં સર્જાયેલી તબાહીના પગલે એક મોટું કૃત્રિમ સરોવર બની ગયું છે, જેમાં પાણીનો ભરાવો સતત વધી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સ્થાનિક લોકોને નદી કિનારાના વિસ્તારોથી તાત્કાલિક દૂર ખસી જવાની અપીલ કરવામાં આવી રહી છે.

ચીન દ્વારા નેપાળના વિદેશ મંત્રાલયને સત્તાવાર જાણ કરવામાં આવી છે કે ભોટેકોશી નદીમાં કુદરતી અવરોધ સર્જાવાના કારણે એક વિશાળ સરોવર રચાઈ ગયું છે. સેટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ થયું છે કે આ તળાવમાં જળસ્તર સતત વધી રહ્યું છે અને તેના તૂટવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નેપાળની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDRRMA) દ્વારા સેટેલાઇટ તસવીરો શેર કરતાં જણાવવામાં આવ્યું છે કે, “રસુવાગઢી સરહદથી આશરે 18 કિલોમીટર ઉપર લ્હેંદે નદીના કાંઠા વિસ્તારમાં નદીનો કુદરતી પ્રવાહ અવરોધાવાને કારણે લગભગ 0.11 ચોરસ કિલોમીટર વિસ્તારમાં એક તળાવ બની ગયું છે. આ સ્થિતિને કારણે વધુ એક મોટો જળપ્રલય આવવાની આશંકા છે. આથી નીચાણવાળા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા તમામ સંબંધિત પક્ષો અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તેમજ અત્યંત સતર્ક રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે.”
रसुवागढी नाकाबाट करिब १८ किलोमिटर माथि तटीय क्षेत्रमा ल्हेन्दे खोलाको बहाव अवरुद्ध भई करिब ०.११ वर्गकिलोमिटर क्षेत्रफलको ताल बनेको देखिएकोले पुनः ठूलो बाढी आउन सक्ने जोखिम रहेकाले तल्लो तटीय क्षेत्र सम्बन्धित सबैलाई आवश्यक सतर्कता अपनाउन तथा उच्च सावधानीका साथ रहन अनुरोध गरिन्छ। pic.twitter.com/FMOZloSiOs
— NDRRMA (@NDRRMA_Nepal) August 27, 2026
નેપાળમાં કેવી રીતે સર્જાઈ તબાહી?
તિબેટના પહાડો પર આશરે 2,000 ફૂટ પહોળો એક વિશાળ ગ્લેશિયર જમા થયેલો હતો. 17,000 ફૂટની ઊંચાઈએ તિબેટના પહાડો વચ્ચે એક એવું સરોવર સ્થિત હતું, જેની સપાટી પર બરફની ચાદર છવાયેલી હતી અને નીચે કરોડો લીટર પાણી એકઠું થયેલું હતું. શરૂઆતમાં આ સરોવરમાંથી પહાડો તરફ ધીમે-ધીમે પાણી વહી રહ્યું હતું, પરંતુ અચાનક આખું સરોવર ફાટી પડ્યું (Glacial Lake Outburst).
પહાડના ઢોળાવના કારણે પાણીની ગતિ અત્યંત ઝડપી બની
આશરે 2,000 ફૂટ પહોળો બરફનો મોટો હિસ્સો ગ્લેશિયરમાંથી તૂટીને 17,000 ફૂટની ઊંચાઈએથી લગભગ 4,000 ફૂટ નીચે ખાબક્યો. ગ્લેશિયર એટલા પ્રચંડ દબાણ સાથે ફાટ્યો કે જાણે પાણીએ પહાડને ચીરી નાખ્યો હોય! ક્ષણવારમાં જ હજારો કે લાખો નહીં, પરંતુ કરોડો લીટર પાણીનો પ્રચંડ પ્રવાહ અચાનક નેપાળ તરફ ધસી આવ્યો.
આ પણ વાંચો : અમદાવાદમાં રહેતી માતા-પુત્રીએ અંબાપુર નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું
પહાડના ઢોળાવના કારણે પાણીની ગતિ અત્યંત ઝડપી બની ગઈ. પહાડ તૂટી પડતાં વિશાળ કદના પથ્થરો (બોલ્ડર્સ) પણ વહેવા લાગ્યા અને કરોડો ગેલન પાણી તિબેટના પહાડોમાંથી સીધું ભોટેકોશી નદીમાં આવી પહોંચ્યું, જેણે નેપાળમાં ભારે વિનાશ વેર્યો.

ગ્લેશિયર ફાટવાના કારણે નેપાળની ભોટેકોશી નદીમાં અંદાજે 2 કરોડ ઘનમીટર એટલે કે લગભગ 2,000 કરોડ લીટર પાણી અચાનક આવી ગયું. 2,000 કરોડ લીટર પાણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે નેપાળના રસુવામાં સતત 30 દિવસ સુધી મુશળધાર વરસાદ પડે ત્યારે આટલું પાણી એકઠું થાય. પરંતુ આટલો મોટો જળજથ્થો એક મહિનામાં કે એક દિવસમાં નહીં, પરંતુ માત્ર ગણતરીની મિનિટોમાં જ ભોટેકોશી નદીમાં ઉતરી આવ્યો.

જ્યારે સાંકડા પટ ધરાવતી નદીમાં આટલું વિરાટ પાણી આવ્યું, ત્યારે ભોટેકોશી નદી તે પ્રવાહને સમાવી શકી નહીં. પુલ, મકાનો, દુકાનો, બજારો, પાવર પ્લાન્ટ અને ડેમ… જે પણ નદીના માર્ગમાં આવ્યું તે બધું જ જળપ્રલયમાં તણાઈ ગયું. નેપાળમાં સર્જાયેલી આ મહાતારાજી પાછળ માત્ર પાણીનો જથ્થો જ નહીં, પરંતુ નદીના પ્રવાહની પ્રચંડ ગતિ પણ મુખ્ય જવાબદાર કારણ છે.
આ પણ વાંચો :IND Vs SL: કોલંબો ટેસ્ટ ડ્રો થયા બાદ ગિલે શું કહ્યું?












