ગુજરાત

આબુથી અમદાવાદ આવતી બસ પલટી, 17 ઘાયલો ટ્રોમા સેન્ટરમાં દાખલ

માઉન્ટ આબુથી અમદાવાદ આવી રહેલી બસના ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 17 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશનના PSI ગોકુલરામે જણાવ્યું કે, આ ઘટના બીરબાબા મંદિર પાસે બની હતી. જ્યાં બસ એક સુરક્ષા દિવાલ સાથે અથડાઈને બેકાબૂ થઈને પલટી ગઈ. અમદાવાદની એક કંપનીના 56 કર્મચારીઓ રજાના દિવસે અહિંયા આવ્યા હતા. જેથી તેઓ રવિવારે વહેલી સવારે અમદાવાદ માટે રવાના થયા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું કે, આ ગંભીર અકસ્માતમાં 17 ઈજાગ્રસ્ત થયા છે અને તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જ્યા તેઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે. બસને રસ્તા પરથી હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે. કોઈ પણ મુસાફરની હાલત ગંભીર નથી.

અકસ્માતમાં સોનાલીશા પાંડે, હેતલ ચાવડા, પવન પાટીલ, મુકેશ પ્રજાપતિ, અર્જુન નાથ, નિતેશ ખરોડ, વિવેક, કૃતિકા મોદી, હિતેશ નેગી, નરેન્દ્ર સિંહ, આયુષ માળી, મનીષા પટેલ, આરતી પટેલ, પંકજ ભાટિયા, જાનકી અંસારી, મહર્ષિ દરજી, હિમાંશુ પટેલનો સમાવેશ થાય છે.

Back to top button