ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

MD ડ્રગ્સ કેસમાં ફરાર નાઇજિરિયન આરોપીને નરોડા પોલીસે કેરળથી ઝડપ્યો

Ahmedabad :શહેરમાં એમડી (મેફેડ્રોન) ડ્રગ્સના ગેરકાયદે નેટવર્ક સામે નરોડા પોલીસે મોટી સફળતા મેળવી છે. નાના ચિલોડા પાસેથી અગાઉ પકડાયેલા ₹55.50 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર અને આંતરરાજ્ય ડ્રગ્સ માફિયા એવા નાઇજિરિયન નાગરિક ચાર્લિસ ઉર્ફે ફ્રેન્ક ઓકુફુલને પોલીસે કેરળ ખાતેથી દબોચી લીધો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી બેંગલુરુને કેન્દ્ર બનાવીને ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં નશાનો કાળો કારોબાર ચલાવતો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નાના ચિલોડાથી ઝડપાયો હતો 1,850 ગ્રામ ડ્રગ્સનો જથ્થો

નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ (NDPS) ગુનાની વિગત મુજબ, પોલીસે અગાઉ નાના ચિલોડા સર્કલ પાસે આવેલી ચામુંડા ડેરી નજીક વોચ ગોઠવીને 1,850 ગ્રામ શુદ્ધ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત ₹55.50 લાખ આંકવામાં આવી હતી. તે સમયે પોલીસે ઘટનાસ્થળેથી બેંગલુરુના 24 વર્ષીય નિખિલેશ નામના શખ્સની ધરપકડ કરી મોબાઈલ સહિત ₹55.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ટેકનિકલ સર્વેલન્સથી કેરળમાં છુપાયેલા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચી પોલીસ

નિખિલેશની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે આ ડ્રગ્સ બેંગલુરુના વિશાલ સિમલાચને સોંપવાનું હતું. પોલીસે વિશાલની કડક પૂછપરછ કરતાં સમગ્ર રેકેટ પાછળ નાઇજિરિયન નાગરિક ચાર્લિસ ઉર્ફે ફ્રેન્ક ઓકુફુલ મુખ્ય હોવાનું સામે આવ્યું હતું. જોકે, ગુનો નોંધાયા બાદ તે ફરાર થઈ ગયો હતો. નરોડા પોલીસની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને સાયબર સેલના ટેકનિકલ એનાલિસિસની મદદથી તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. આરોપી કેરળમાં હોવાની ચોક્કસ બાતમી મળતાં જ ગુજરાત પોલીસની ટીમે ત્યાં ઓપરેશન પાર પાડી તેને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: Rajkot : સરકારી આવાસમાં દારૂનો કાળો કારોબાર, લાખોનો મુદ્દામાલ ઝડપાયો

આંતરરાજ્ય સપ્લાય ચેઇન અને લોકલ કનેક્શન અંગે સઘન તપાસ

નરોડા પોલીસે આરોપીને ટ્રાન્સફર વોરંટ આધારે અમદાવાદ લાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ નાઇજિરિયન પેડલર આટલો મોટો જથ્થો ક્યાંથી મેળવતો હતો, અમદાવાદમાં તેના લોકલ રિસીવર કોણ હતા, તેમજ હવાલા અને બેંક એકાઉન્ટ્સ દ્વારા કેટલા રૂપિયાની હેરાફેરી થઈ છે તે દિશામાં પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે.

આ પણ વાંચો: હવે સ્પામ કોલ્સ કરનારાઓની ખેર નથી! TRAIને મળશે સીધો દંડ ફટકારવાનો અધિકાર
Back to top button