આણંદની જનરલ હોસ્પિટલ ખાતે બે વર્ષ દરમિયાન ઘૂંટણના કેટલા ઓપરેશન કરાયા? આંકડો જાણીને ચોંકી જશો

આણંદ, તા, 30 ઓગસ્ટ, 2025: રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ સિવિલ હોસ્પિટલ / જનરલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું ધ્યાન રાખવામાં આવે છે.
જનરલ હોસ્પિટલ આણંદ ખાતેના ઓર્થોપેડિક વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ઘૂંટણના 35 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા, તે પૈકી ચાલુ વર્ષે 10 ઓપરેશન કરવામાં આવ્યા છે. જ્યારે ચાલુ વર્ષે થાપાના એટલે કે હિપ રિપ્લેસમેન્ટ 3 કરવામાં આવ્યા છે, આ ઉપરાંત જનરલ પાટાપિંડી ફેક્ચર જેવી ઓર્થોપેડિકની સેવાઓ ઉપલબ્ધ હોય છે.
જનરલ હોસ્પિટલ આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા ના જણાવ્યા મુજબ આ હોસ્પિટલ ખાતેનો ઓર્થોપેડિક વિભાગ જેમાં ડોક્ટર નિશીલ પટેલ સેવા આપી રહ્યા છે, જે દર મંગળવારે અને શનિવારે સવારે ૮-૩૦ કલાક થી ૧૧-૩૦ કલાક સુધી ઉપલબ્ધ રહે છે.
આ પણ વાંચોઃ Duleep Trophy 2025: રજત પાટીદારે દેખાડ્યો રંગ, સદી બાદ બીજી ઈનિંગમાં ફટકારી ફિફ્ટી












