G20 શેરપા પદેથી અમિતાભ કાંતનું રાજીનામું, 45 વર્ષની સરકારી સેવાનો અંત

દિલ્હી, 16 જૂન 2025: G20ના શેરપા, નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે સોમવારે જાહેર સેવામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી, તેમની 45 વર્ષની સરકારી કારકિર્દીનો અંત આવ્યો છે.
સોશિયલ મીડિયા X હેન્ડલ ઉપર કરી પોસ્ટ
“સરકારી સેવામાં 45 વર્ષની સમર્પિત ભૂમિકા પછી, મેં જીવનમાં નવી તકો સ્વીકારવાનો અને આગળ વધવાનો નિર્ણય લીધો છે. હું ભારતના વડાપ્રધાનનો ખૂબ આભારી છું, જેમણે મને ઘણી વિકાસલક્ષી પહેલોને આગળ વધારવાની તક આપી,” તેમણે સોશિયલ મીડિયા X હેન્ડલ ઉપર કહ્યું છે.
My New Journey:
After 45 years of dedicated government service, I have made the decision to embrace new opportunities and move forward in life. I am incredibly thankful to the Prime Minister of India for accepting my resignation as G20 Sherpa and for having given me the…— Amitabh Kant (@amitabhk87) June 16, 2025
2023 માં ભારતે G20નું પ્રમુખપદ ધરાવ્યું હતું
2022 માં અમિતાભ કાંતને G20 શેરપા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2023 માં ભારતના G20 પ્રમુખપદ દરમિયાન આ ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની હતી. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે નવી દિલ્હી નેતાઓની ઘોષણા પર ભૂ-રાજકીય મતભેદો વચ્ચે સર્વસંમતિ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય બનાવ્યું
ભારતના G20 પ્રમુખપદને સમાવિષ્ટ અને વિકેન્દ્રિત ગણાવ્યું, જેમાં દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેઠકો યોજાઈ. આ સમયગાળા દરમિયાન, ભારતે આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય બનાવવા માટે પણ ભારપૂર્વક હિમાયત કરી, જે નવી દિલ્હી સમિટમાં સાકાર થઇ હતી.
ફોટોગ્રાફ્સનો કોલાજ પણ શેર કર્યો
કાંતે તેમની જાહેર સેવા કારકિર્દીના ખાસ ક્ષણોને કેદ કરતા ફોટોગ્રાફ્સનો કોલાજ પણ શેર કર્યો, જેમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય નેતાઓ સાથેની વાતચીત અને તેમના G20 કાર્યકાળ દરમિયાનના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: iPone હવે વધુ INDIAN: ફોનમાં ભારતીય પાર્ટસનો 20% વધુ ઉપયોગ
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 વર્ષ ચાલે તેવી શું ઉમેરાઇ લોખંડી સુવિધા? જાણો












