ટ્રેન્ડિંગનેશનલ

દૂધ-દહીં બાદ અમૂલની છાશમાં પણ મોંઘવારીનો ફટકો! ભાવ ન વધ્યા પણ જથ્થામાં થયો ઘટાડો

Shrinkflation in Amul buttermilk: અમૂલે છાશના વિવિધ પાઉચમાં “શ્રિંકફ્લેશન” લાગુ કર્યું છે. ભાવ વધાર્યા વિના, અમૂલે 20 રૂપિયાના પાઉચમાં 650 MLને બદલે 620 ML, 10 રૂપિયાના પાઉચમાં 300 MLને બદલે 280 ML અને 5 રૂપિયાના જીરા છાશના પાઉચમાં 150 MLને બદલે 140 ML છાશ કરી છે. ગ્રાહકોને હવે તે જ ભાવે ઓછી છાશ મળશે, જે મોંઘવારીનો નવો ચહેરો દર્શાવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દિવાળી પર્વ પછી મોટાભાગની વસ્તુઓના ભાવમાં વધારાના કારણે લોકોના ખિસ્સા પર અસર જોવા મળી રહી છે. જોકે હવે મોંઘવારીના મારની રીત પણ બદલાઈ ગઈ છે. કોઈપણ વસ્તુના ભાવ વધાર્યા વિના તેના જથ્થામાં ઘટાડો કરી નાખવો, જેના કારણે ગ્રાહકે તેટલા જ રૂપિયા ચૂકવવાના થાય, પરંતુ તેને વસ્તુ પ્રમાણમાં ઓછી મળે. આ પદ્ધતિને શ્રિંકફ્લેશન કહેવામાં આવે છે. અમૂલ દ્વારા દૂધ, દહીંના ભાવમાં વધારો કરાયો જોકે છાશમાં ભાવ વધારાની જગ્યાએ જથ્થો ઘટાડવામાં આવ્યો.

અમૂલે છાશના વિવિધ પાઉચની માત્રામાં કર્યો ઘટાડો

અમૂલ દ્વારા છાશના વિવિધ પેકેટની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી ગ્રાહકને છાશ પહેલાના ભાવે જ મળશે પરંતુ પ્રમાણમાં ઓછી મળશે. રૂ. 20ના છાશના પાઉચમાં અગાઉ 650 ML છાશ મળતી હતી, જેમાં હવે 30 MLનો ઘટાડો કરતા હવે 620 ML છાશ મળશે.

આ સિવાય રૂ. 5ની જીરા છાશના પેકેટમાં અગાઉ 150 ML છાશ મળતી હતી, જેમાં 10 MLનો ઘટાડો કરાતા હવે 140 ML છાશ મળશે. આ ફેરફારની અસર નાના પાઉચ ખરીદતા ગ્રાહકો પર પડશે.

આ પણ વાંચોઃ સુરતના કાપડ ઉદ્યોગ પર મંદીની માર, ખરીદી ઘટતાં વેપારીઓની ચિંતા વધી

આ ઉપરાંત રૂ. 10ની છાશના પાઉચમાં અગાઉ 300 ML છાશ મળતી હતી, જેમાં હવે 20 ML ઘટાડો કરાતા 280 ML છાશ મળશે. આ રીતે રૂ. 5, 10 અને 20 એમ ત્રણેય પ્રકારના છાશના પાઉચની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.

અમૂલના આ ફેરફારના કારણે હવે ગ્રાહકોએ કિંમત તો એ જ ચૂકવવાની રહેશે જોકે છાશ તેમને ઓછા પ્રમાણમાં મળશે. મોંઘવારીની આ નવી રીતમાં ભલે લોકોના ખિસ્સા પર સીધો બોજ ન પડે પરંતુ તેમને જથ્થો ઓછો મળશે.

આ પણ વાંચોઃ 2.5 વર્ષથી ગૂમ મહિલાને Google અને ChatGPTએ તેના પરિવાર સાથે મિલાવી, આ રીતે થયો ચમત્કાર

Back to top button