ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

iPone  હવે વધુ INDIAN: ફોનમાં ભારતીય પાર્ટસનો 20% વધુ ઉપયોગ

દિલ્હી, 16 જૂન 2025: iphone ટાટા ઇલેક્ટ્રોનિક્સ, વિસ્ટ્રોન, પેગાટ્રોન અને ફોક્સકોન Apple India માટે કરાર મુજબ iPhone બનાવે છે. જેમાં મહત્ત્વના વ્યવસાયિક પરિબળો એ સામે આવ્યા છે કે, iPhone ના દરેક પ્રકારમાં 20% થી વધુ સ્વદેશી સામગ્રી વાપરવામાં આવે છે. જે મેક ઇન ઇન્ડિયા અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.
35 થી 40 ટકા સુધી પહોંચવાનું લક્ષ્ય
બિઝનેસ માધ્યમોના એક અહેવાલ મુજબ, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, 20% ના આંકડો પાર કરવો એ આ કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પાંચ વર્ષ પહેલાં આમાંની મોટાભાગની કંપનીઓનું સ્થાનિક ઉત્પાદન અને સ્થાનિક મૂલ્યવર્ધન સિંગલ ડિજિટમાં હતું.  હવે આગામી દાયકામાં 35 થી 40 ટકા સુધી પહોંચવાનું લક્ષ્ય છે.
સ્માર્ટફોનના કેટલાક ભાગોનું પરીક્ષણ
ટાટા ઇલેક્ટ્રોનિક્સ, વિસ્ટ્રોન, પેગાટ્રોન અને ફોક્સકોન ફક્ત તેમના કારખાનાઓમાં આઇફોન જ એસેમ્બલ કરતા નથી, પરંતુ તેઓ સ્માર્ટફોનના કેટલાક ભાગોનું પરીક્ષણ પણ કરે છે. જ્યારે કોન્ટ્રાક્ટ બિઝનેસ ઉપર મોબાઇલ ફોન બનાવતી કંપનીઓ દેશની અંદર આયાતી બેટરી પેક, ચાર્જર, એડેપ્ટર, મિકેનિક્સ, ડાઇ-કટ ભાગો, માઇક્રોફોન, રીસીવર, કીપેડ, યુએસબી કેબલ્સ વગેરેનું એસેમ્બલ અને પરીક્ષણ કરે છે, ત્યારે સરકાર તેને સ્થાનિક મૂલ્ય સંવર્ધનની શ્રેણીમાં ધ્યાનમાં લેવાની મંજૂરી આપે છે.
કંપનીઓને ‌’મેક ઇન ઇન્ડિયા’ માટે પ્રાધાન્યતા
હવે આ બધી કંપનીઓને મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્યતા ઓર્ડર, 2017 મુજબ બીજી શ્રેણીના સ્થાનિક સપ્લાયર્સમાં સમાવવામાં આવી છે. DPIIT ના PPP-MII ઓર્ડર, 2017 ની જોગવાઈઓ જાહેર ખરીદીમાં સ્થાનિક મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે.
ભારતીય કંપનીઓની અહીં છે ફેક્ટરીઓ
ટાટા ગ્રુપની કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ, ભારતમાં વિસ્ટ્રોન અને પેગાટ્રોનનો વ્યવસાય પણ સંભાળે છે. તે અહીં આઇફોન એસેમ્બલ કરે છે. તમિલનાડુમાં હોસુર અને ચેંગલપટ્ટુ નજીક અને કર્ણાટકમાં નરસાપુરામાં ફેક્ટરીઓ છે. વિસ્ટ્રોનનું આઇફોન એસેમ્બલી યુનિટ કર્ણાટકમાં અને પેગાટ્રોનનું તમિલનાડુમાં છે. ફોક્સકોન તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણામાં ફેક્ટરીઓમાં આઇફોન એસેમ્બલ કરે છે. કર્ણાટકના દેવનાહલ્લીમાં બની રહેલી ફેક્ટરી વિશ્વની બીજી સૌથી મોટી આઇફોન ફેક્ટરી હશે.  આ તાઇવાનના કોન્ટ્રાક્ટ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકે મે મહિનામાં તેના ભારતીય યુનિટ યુઝાન ટેકનોલોજીમાં $1.5 બિલિયન એટલે કે લગભગ રૂ. 12,800 કરોડનું વધારાનું રોકાણ કર્યું હતું. તે તમિલનાડુમાં ડિસ્પ્લે મોડ્યુલ એસેમ્બલી યુનિટ સ્થાપિત કરી રહી છે.
સેમસંગ અને ડિક્સનની પેટાકંપનીમાં પણ સ્થાનિક પાર્ટસનો ઉપયોગ
એપલ ઇન્ડિયા ઉપરાંત, સેમસંગ ઇન્ડિયા અને ડિક્સનની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીએ પણ ભારતીય ઉત્પાદન માટે 20 ટકા સ્થાનિક સુધારણાનો આંકડો પાર કર્યો છે. સેમસંગ ઇન્ડિયાની ઉત્તર પ્રદેશના નોઇડામાં મોબાઇલ ફોન ફેક્ટરી છે. પેગેટ, જે શાઓમી માટે કોન્ટ્રાક્ટ પર ફોન બનાવે છે, તેની નોઇડામાં એક ફેક્ટરી પણ છે જે વાર્ષિક 25 મિલિયનથી વધુ હેન્ડસેટ બનાવી શકે છે.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 વર્ષ ચાલે તેવી શું ઉમેરાઇ લોખંડી સુવિધા? જાણો
આ પણ વાંચો: હાશ! 14 માસના નીચલાસ્તરે આવ્યો ફૂગાવો, જાણો શું સસ્તું થઇ શકે?

Back to top button