નેશનલ

છઠ પૂજાની વિશેષ વ્યવસ્થાઓ વચ્ચે બંગાળના રાજકારણમાં ગરમાવો: TMC નેતાના નિવેદનથી નવો રાજકીય ઘમાસાણ શરુ

Kalyan Banerjee Howrah Railway Station Chhath Puja Decoration Controversy: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર બંગાળી અને બિન-બંગાળી અસ્મિતાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનરજીએ રાજ્યની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર આકરા પ્રહારો કરતાં એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર અને મુખ્યમંત્રીના આશીર્વાદથી રાજ્યમાં બંગાળીઓને પોતાના જ પ્રદેશમાં “બીજા વર્ગના નાગરિક” બનાવી દેવામાં આવ્યા છે. હાવડા રેલ્વે સ્ટેશનને છઠ પૂજા નિમિત્તે કરવામાં આવેલી વિશેષ સજાવટ બાદ કલ્યાણ બેનરજીએ આ ટિપ્પણી કરીને નવો રાજકીય વિવાદ ઊભો કર્યો છે.

હાવડા સ્ટેશનના શણગાર મુદ્દે ઉઠાવ્યા સવાલ

કલ્યાણ બેનરજીએ પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે, છઠ પૂજાના તહેવાર નિમિત્તે હાવડા રેલ્વે સ્ટેશનને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે, પરંતુ બંગાળના સૌથી મોટા પર્વ દુર્ગા પૂજા દરમિયાન સ્ટેશન પર આવી સજાવટ કે સુવિધાઓ કેમ ઊભી કરવામાં આવી ન હતી? તેમણે વધુમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં પ્રશ્ન પૂછ્યો હતો કે શું પશ્ચિમ બંગાળમાં બંગાળીઓનું કોઈ અસ્તિત્વ બચ્યું છે કે કેમ? તેમણે આરોપ લગાવ્યો હતો કે ધર્મ અને રાજકારણના નામે સ્થાનિક બંગાળી સમાજને હાંસિયામાં ધકેલી દેવામાં આવી રહ્યો છે અને અન્ય સમુદાયોને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. દુર્ગા પૂજા સમયે લાખો બંગાળી મુસાફરો હાવડા સ્ટેશન પરથી મુસાફરી કરે છે, છતાં તેમની અવગણના કરવામાં આવે છે, જેના કારણે ભવિષ્યમાં બંગાળીઓની સ્થિતિ વધુ કફોડી બની શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પરીક્ષા કેન્દ્રમાં દુર્વ્યવહાર અને ન્યાયતંત્રમાં પ્રભુત્વ અંગે બેનરજીના ગંભીર દાવા

અગાઉ પણ કલ્યાણ બેનરજીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આરોપ મૂક્યો હતો કે સોલ્ટ લેક નજીક આવેલા એક પરીક્ષા કેન્દ્રમાં એક બંગાળી વ્યક્તિની ઓળખ અને મૂળ વતન અંગે પૂછપરછ કરીને તેની સાથે મૌખિક દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યના વહીવટી પદો પર બિન-બંગાળીઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આ ઉપરાંત, તેમણે કલકત્તા હાઈકોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ત્યાં પણ વકીલો તરીકે બિન-બંગાળીઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. બેનરજીએ ચેતવણી આપી હતી કે જો આ પ્રકારની પરિસ્થિતિ અને ભેદભાવ યથાવત રહેશે, તો પશ્ચિમ બંગાળની આવનારી આખી પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે.

આ પણ વાંચો: પંજાબના રાજકારણમાં મોટો ઉલટફેર: SGPC ના ભૂતપૂર્વ પ્રમુખ બીબી જાગીર કૌરની શિરોમણી અકાલી દળમાં ‘ઘરવાપસી’

Back to top button