મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 વર્ષ ચાલે તેવી શું ઉમેરાઇ લોખંડી સુવિધા? જાણો

- ડીએફસીસી ટ્રેક ઉપર 100 મીટર લાંબો ‘મેક ઈન ઇન્ડિયા’ લોખંડનો પુલ લોન્ચ
અમદાવાદ, 16 જૂન 2025: Mumbai Ahmedabad Rail Project Make in India અંતર્ગત ભારતમાં માળખાકિય સુવિધાઓમાં સતત સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. દેશમાં સંરક્ષણ ક્ષેત્રોમાં પણ નૌકાદળસહિતની સુરક્ષા એજન્સીમાં જહાજો સામેલ કરવામાં આવે છે ત્યારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ડીએફસીસી ટ્રેક ઉપર 100 મીટર લાંબો ‘મેક ઈન ઇન્ડિયા’ લોખંડનો પુલ લોન્ચ કરવામાં આવ્યો છે. 100 વર્ષના આયુષ્ય માટે આ પુલની ડિઝાઇન કરવામાં આવી છે.
100 મીટર સ્ટીલ બ્રિજ કામગીરી પૂરી
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સતત પ્રગતિના ભાગ રૂપે, ગુજરાતના ભરૂચ નજીક DFCC ટ્રેક પર 100 મીટર લાંબા સ્ટીલ બ્રિજ કામગીરી પૂરી કરવામાં આવી છે અને તેને પ્રોજેક્ટ સ્થળે લોંચ કરવામાં આવ્યો એટલે કે તકનિકી રીતે ફીટ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ પ્રકલ્પમાં આઠમો સ્ટીલ બ્રિજ છે અને સમગ્ર કોરિડોર માટે 17 સ્ટીલ બ્રિજ અને 28 સ્ટીલ બ્રિજ મૂકાવાના છે.
ટ્રિચીના વર્કશોપમાં તૈયાર થયો, ખાસ ટ્રેલર્સમાં લવાયો
લગભગ 1400 મેટ્રિક ટન વજનવાળો આ પુલ 14.6 મીટર ઊંચો અને 14.3 મીટર પહોળો છે. તેને ટ્રિચી ખાતેના વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસ ડિઝાઇન કરાયેલા ટ્રેલરો દ્વારા સાઇટ સુધી પહોંચાડવામાં આવ્યો છે. પુલને 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું વજન લગભગ 600 મેટ્રિક ટન છે.
55,300 જેટલા હાઇ સ્ટ્રેન્થ બોલ્ટ્સનો વપરાશ
આ પુલના નિર્માણમાં અંદાજે 55,300 જેટલા ટોર-શીયર પ્રકારના હાઇ સ્ટ્રેન્થ બોલ્ટ્સ (ટીટીએચએસ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સી5 પદ્ધતિથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે અને એલાસ્ટોમેરિક બેરિંગ્સ 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરાયું છે. પુલનું એસેમ્બ્લી કાર્ય સ્થળ ઉપર જમીનથી 18 મીટર ઊંચાઇએ ટ્રેસલ્સ પર કરવામાં આવ્યું હતું અને તેને 2 અર્ધ-સ્વચાલિત જેક્સની આપમેળે કાર્ય કરતી પદ્ધતિ વડે ખેંચવામાં આવ્યો હતો, જેમાં દરેક જેકની ક્ષમતા 250 ટન હતી અને તેમાં મેક-એલોય બાર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક બ્લોક્સ લેવામાં આવ્યા
પુલનું લોંચિંગ કાર્ય જાગરુકતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જેમાં ડીએફસી ટ્રેક્સ પર તબક્કાવાર રીતે યોજના મુજબ ટ્રાફિક બ્લોક્સ લેવામાં આવ્યા હતા જેથી સલામતી સુનિશ્ચિત રહે અને માલવાહક ટ્રેનોની અવરજવર ઓછામાં ઓછી ખલેલ સાથે ચાલુ રહી શકે.
આ પણ વાંચો: 140 કરોડ ભારતીયો માટે ગર્વની ક્ષણ, પીએમ મોદીને સાઈપ્રસમાં સર્વોચ્ય નાગરિક સન્માન મળ્યું
આ પણ વાંચો:કેદારનાથ યાત્રા પર કુદરતનો કહેર: હેલીકોપ્ટર સેવા બાદ હવે પગપાળા માર્ગ પણ બંધ કર્યો











