અક્ષય તૃતીયા 2026: 19 એપ્રિલે સોનું ખરીદવાનું મહામુહૂર્ત, ભગવાન કુબેર આ 4 રાશિઓ પર થશે મહેરબાન

Akshaya tritiya: આગામી 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં આ તિથિને વર્ષનું સૌથી મોટું વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાન-પુણ્ય અને પૂજાનું ફળ ‘અક્ષય’ રહે છે, એટલે કે તેનો ક્યારેય નાશ થતો નથી. આથી જ આ દિવસે સોનું-ચાંદી કે કિંમતી વસ્તુઓની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ વર્ષે અક્ષય તૃતીયા પર ધનના દેવતા ભગવાન કુબેરની કેટલીક ખાસ રાશિઓ પર વિશેષ કૃપા વરસવાની છે.
કઈ રાશિઓને થશે બખ્ખા?
1. વૃષભ રાશિ: પ્રોપર્ટી કે સોના-ચાંદીમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. લાંબા ગાળે આ રોકાણ મોટું વળતર આપશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને વિદ્યાર્થીઓને મહેનતનું યોગ્ય ફળ મળશે. જેટલી વધુ મહેનત કરશો, તેટલો વધુ લાભ પ્રાપ્ત થશે.
2. કર્ક રાશિ: આર્થિક દ્રષ્ટિએ આ સમય ઉત્તમ છે. અક્ષય તૃતીયા પર કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓને મોટી ડીલ મળી શકે છે અને પ્રવાસ લાભદાયી રહેશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.
3. વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલશે. ખર્ચમાં ઘટાડો અને બચતમાં વધારો થશે. નવું મકાન, પ્લોટ કે જમીન ખરીદવા માટે સુવર્ણ તક છે. નવો વ્યવસાય કે દુકાન શરૂ કરવા માંગતા લોકો માટે સમય અનુકૂળ છે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સુધરશે.
4. ધનુ રાશિ: કારાબારમાં સતત પ્રગતિની સંભાવના છે. ફસાયેલા નાણાં પરત મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે. ધર્મ-કર્મના કાર્યોમાં રુચિ વધશે અને કાર્યમાં આવતા અવરોધો દૂર થશે.
DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ IPL 2026: વિરાટ કોહલીનો ‘નાગિન ડાન્સ’ વાયરલ, 15 વર્ષના વૈભવે RCB પાસેથી જીત છીનવી
આ પણ વાંચોઃ ધુરંધર 2 ના કમાલ વચ્ચે ડકૈત પણ કરી રહી છે કમાલ, બીજા દિવસે કલેક્શન આટલા કરોડને પાર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












