IPL 2026: વિરાટ કોહલીનો ‘નાગિન ડાન્સ’ વાયરલ, 15 વર્ષના વૈભવે RCB પાસેથી જીત છીનવી

IPL 2026: IPLમાં રવિવારે રમાયેલા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને રાજસ્થાન રોયલ્સ (RR) સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, હાર છતાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક મજેદાર વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તે તેના ફેમસ ‘નાગિન ડાન્સ’ સ્ટેપ્સ કરતો જોવા મળે છે.
વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ
ગુવાહાટીના મેદાન પર પ્રથમ બેટિંગ કરતા RCB એ કેપ્ટન રજત પાટીદારના 63 રનની મદદથી 201 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પરંતુ, રાજસ્થાનના 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 26 બોલમાં 78 રન ફટકારીને આખી મેચ પલટી નાખી હતી. ધ્રુવ જુરેલે પણ અણનમ 81 રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો.
કોહલીનો ‘નાગિન ડાન્સ’ અને ઉમદા ખેલદિલી
મેચ બાદ RCB ના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોહલી ‘નાગિન ડાન્સ’ કરીને કોચિંગ સ્ટાફ અને ફેન્સને હસાવતો જોવા મળે છે. આ સિવાય કોહલીએ ઉમદા ખેલદિલી બતાવતા વિરોધી ટીમના યુવા ખેલાડી વૈભવની કેપ પર ઓટોગ્રાફ આપ્યો અને લખ્યું – “Dear Vaibhav, well done.”
Virat Kohli funny nagin dance.😂 pic.twitter.com/FfMebuq5Vy
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 10, 2026
રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે પણ વૈભવની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તે હજુ 15-16 વર્ષનો બાળક છે અને તેને બેટિંગ કરવી ખૂબ ગમે છે. જો તે આ જ રીતે રમતો રહેશે તો ક્રિકેટ જગતમાં મોટું નામ બનાવશે.
આ પણ વાંચોઃ World Parkinson’s Day: ધ્રુજારી, માંસપેશીઓ જકડાઈ જવી, જાણો શું છે પાર્કિંસંસ રોગના લક્ષણ અને ઉપાયો
આ પણ વાંચોઃ ધુરંધર 2 ના કમાલ વચ્ચે ડકૈત પણ કરી રહી છે કમાલ, બીજા દિવસે કલેક્શન આટલા કરોડને પાર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












