ટ્રેન્ડિંગયુટિલીટી

આધારકાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરવાની તારીખ લંબાઈ, UIDAI એ આપી જાણકારી

Aadhaar Card Update:  આધાર કાર્ડ ધારકો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં ઓળખ અને સરનામાથી જોડાયેલા દસ્તાવેજો ઓનલાઈન અપડેટ કરવાની નિઃશુલ્ક સુવિધાની સમયમર્યાદા લંબાવી દેવામાં આવી છે. હવે નાગરિકો ઘર બેઠા 14 જૂન 2027 સુધી એકદમ ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

UIDAI દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જે લોકોએ વર્ષો પહેલાં આધાર કાર્ડ બનાવ્યું હતું અને ત્યારપછી તેમાં ઓળખ કે સરનામાના પુરાવા અપડેટ નથી કરાવ્યા, તેમના માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

  • મફત ડૉક્યુમેન્ટ અપડેટની નવી તારીખ: myAadhaar પૉર્ટલ પર ઓળખ અને સરનામાના પુરાવા અપડેટ કરવાની ડેડલાઇન અગાઉ 14 જૂન 2026 હતી, જેને વધારીને હવે 14 જૂન 2027 કરી દેવામાં આવી છે.

  • ઈમેલ આઈડી અપડેટ પણ ફ્રી: UIDAI દ્વારા નવા આધાર એપ (Aadhaar App) દ્વારા ઈમેલ આઈડી જોડવા કે અપડેટ કરવાની સુવિધા પણ મફત કરવામાં આવી છે. આ સેવા માટે 31 ડિસેમ્બર 2026 સુધી કોઈ ફી ચૂકવવી પડશે નહીં.

આ પણ વાંચોઃ એપલનું નવું iOS 27.3 અપડેટ લાવશે શાનદાર ફીચર્સ: સિરીની સ્માર્ટનેસ વધશે અને હેલ્થ એપ થશે રિડિઝાઇન

ઘર બેઠા કેવી રીતે કરશો અપડેટ?:

    1. મોબાઈલ કે કમ્પ્યુટરમાં UIDAI ની સત્તાવાર વેબસાઇટ myaadhaar.uidai.gov.in ઓપન કરો.

    2. આધાર નંબર નાખીને રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલા OTP દ્વારા લોગિન કરો.

    3. ‘Document Update’ નો વિકલ્પ પસંદ કરો.

    4. માહિતી ચકાસીને ઓળખ અને સરનામાના અસલી દસ્તાવેજો અપડેટ કરો અને સબમિટ કરો.

    5. મળેલા SRN (સર્વિસ રિક્વેસ્ટ નંબર) ને સાચવી રાખો જેથી સ્ટેટસ ચેક કરી શકાય.

કયા અપડેટ્સ માટે ચાર્જ લાગશે?

આધાર સાથે જોડાયેલી તમામ સેવાઓ ફ્રી નથી. માત્ર ઓનલાઈન ડૉક્યુમેન્ટ અપડેટ અને એપ દ્વારા ઈમેલ અપડેટ જ ફ્રી છે. અન્ય ડેમોગ્રાફિક અપડેટ માટે ₹75 અને બાયોમેટ્રિક અપડેટ માટે ₹125 સુધીનો ચાર્જ લાગી શકે છે, જ્યારે નવું આધાર કાર્ડ બનાવવું સંપૂર્ણપણે મફત છે.

આ પણ વાંચોઃ દાહોદના કરંબા ગામે જૂની અદાવતે લીધું ઉગ્ર સ્વરૂપ: વ્યક્તિને બંધક બનાવ્યા બાદ 112 પોલીસ ટીમ પર પથ્થરમારો

Back to top button