ટ્રેન્ડિંગયુટિલીટી

આ અઠવાડિયે 9 IPO માં રોકાણ કરવાની તક: જાણી લો પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગની તારીખ

investment tips : 12 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં ભારે હલચલ જોવા મળશે. આ અઠવાડિયે કુલ 9 નવેનવા આઈપીઓ (IPO) રોકાણકારો માટે ખુલી રહ્યા છે. જેમાં 6 મેનબોર્ડ (Mainboard) અને 3 એસએમઈ (SME) કેટેગરીના આઈપીઓ સામેલ છે. આ લિસ્ટમાં જેટવર્ક (Zetwerk), બોનફિગ્લિઓલી ટ્રાન્સમિશન્સ (Bonfiglioli Transmissions) અને ટોનબો ઈમેજિંગ ઈન્ડિયા (Tonbo Imaging India) જેવી નામાંકિત કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ મેન્યુફેક્ચરિંગ, મેડિકલ ડિવાઈસ, ડિફેન્સ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ જેવા અલગ-અલગ ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મેનબોર્ડ કેટેગરીના 6 મોટા IPO

1. એચડી ફાયર પ્રોટેક્ટ (HD Fire Protect):

  • ઈશ્યુ તારીખ: 13 થી 15 ઓક્ટોબર

  • પ્રાઇસ બેન્ડ: ₹258 થી ₹271 પ્રતિ શેર

  • ઈશ્યુ સાઈઝ: ₹712.31 કરોડ (સંપૂર્ણ OFS)

  • સંભવિત લિસ્ટિંગ: 21 ઓક્ટોબર

  • કંપનીનું કામ: આ કંપની આગીથી સુરક્ષા આપતા ઉપકરણો, સ્પ્રિંકલર, એલાર્મ વાલ્વ અને વોટર-ફોમ-ગેસ આધારિત ફાયર ફાઇટિંગ સિસ્ટમ બનાવે છે.

2. ફ્યુઝન સીએક્સ (Fusion CX):

  • ઈશ્યુ તારીખ: 14 થી 16 ઓક્ટોબર

  • પ્રાઇસ બેન્ડ: ₹275 થી ₹289 પ્રતિ શેર

  • ઈશ્યુ સાઈઝ: ₹702 કરોડ (₹500 કરોડ ફ્રેશ ઈશ્યુ + ₹202 કરોડ OFS)

  • સંભવિત લિસ્ટિંગ: 22 ઓક્ટોબર

  • કંપનીનું કામ: કંપની અન્ય કોર્પોરેટ ગ્રાહકોને કસ્ટમર એક્સપિરિયન્સ, વોઈસ કોલ, ઈમેઈલ, ચેટ અને સોશિયલ મીડિયા સપોર્ટ સર્વિસ પૂરી પાડે છે.

3. સહજાનંદ મેડિકલ ટેકનોલોજીસ (Sahajanand Medical Technologies):

  • ઈશ્યુ તારીખ: 15 થી 19 ઓક્ટોબર

  • પ્રાઇસ બેન્ડ: ₹327 થી ₹344 પ્રતિ શેર

  • ઈશ્યુ સાઈઝ: ₹475.48 કરોડ (સંપૂર્ણ OFS)

  • સંભવિત લિસ્ટિંગ: 23 ઓક્ટોબર

  • કંપનીનું કામ: કંપની હૃદય અને રક્તવાહિનીઓ સંબંધિત રોગોની સારવારમાં વપરાતા કાર્ડિયાક સ્ટેન્ટ્સ અને વૈસ્ક્યુલર મેડિકલ ડિવાઈસનું ઉત્પાદન કરે છે.

4. બોનફિગ્લિઓલી ટ્રાન્સમિશન્સ (Bonfiglioli Transmissions):

  • ઈશ્યુ તારીખ: 15 થી 19 ઓક્ટોબર

  • પ્રાઇસ બેન્ડ: ₹558 થી ₹586 પ્રતિ શેર

  • ઈશ્યુ સાઈઝ: ₹2,533.66 કરોડ (સંપૂર્ણ OFS)

  • સંભવિત લિસ્ટિંગ: 23 ઓક્ટોબર

  • કંપનીનું કામ: કંપની મિકેનિકલ અને ઈલેક્ટ્રો-મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ્સ અને ઔદ્યોગિક ગિયરબોક્સ પૂરું પાડવાનું કામ કરે છે.

5. જેટવર્ક (Zetwerk Manufacturing Businesses):

  • ઈશ્યુ તારીખ: 15 થી 19 ઓક્ટોબર

  • પ્રાઇસ બેન્ડ: ₹143 થી ₹151 પ્રતિ શેર

  • ઈશ્યુ સાઈઝ: ₹5,012.33 કરોડ (₹2,830 કરોડ ફ્રેશ ઈશ્યુ + ₹2,182.33 કરોડ OFS)

  • સંભવિત લિસ્ટિંગ: 23 ઓક્ટોબર

  • કંપનીનું કામ: જેટવર્ક એક ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ટેક પ્લેટફોર્મ છે જે રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પૂરું પાડે છે.

6. ટોનબો ઈમેજિંગ ઈન્ડિયા (Tonbo Imaging India):

  • ઈશ્યુ તારીખ: 15 થી 19 ઓક્ટોબર

  • પ્રાઇસ બેન્ડ: ₹665 થી ₹700 પ્રતિ શેર

  • ઈશ્યુ સાઈઝ: ₹852.18 કરોડ (સંપૂર્ણ OFS)

  • સંભવિત લિસ્ટિંગ: 23 ઓક્ટોબર

  • કંપનીનું કામ: આ કંપની સંરક્ષણ દળો માટે અદ્યતન ઈલેક્ટ્રો-ઓપ્ટિક, નાઈટ વિઝન, ઈન્ફ્રારેડ અને સર્વેલન્સ સિસ્ટમ્સ બનાવે છે.

આ પણ વાંચોઃતિલક વર્માએ રચ્યો ઇતિહાસ! T20Iના ટોપ-5 ફિલ્ડર્સમાં સામેલ થયું નામ

SME કેટેગરીના 3 IPO

1. રવિતા એન્જિનિયરિંગ સર્વિસિસ (Ravita Engineering Services):

ઈશ્યુ 13 થી 15 ઓક્ટોબર દરમિયાન ખુલશે. પ્રાઇસ બેન્ડ ₹105 થી ₹112 છે. ₹116.05 કરોડનો આ ફ્રેશ ઈશ્યુ છે અને તેનું સંભવિત લિસ્ટિંગ 21 ઓક્ટોબરે NSE SME પર થશે. કંપની કોમર્શિયલ બિલ્ડિંગ્સ અને ઓફશોર પ્લેટફોર્મ્સ માટે એન્જિનિયરિંગ O&M સર્વિસ આપે છે.

2. વૈભવ વ્યાપાર (Vaibhav Vyapaar):

આ NBFC કંપનીનો IPO 13 થી 15 ઓક્ટોબર સુધી ખુલશે. પ્રાઇસ બેન્ડ ₹51 થી ₹54 છે અને ઈશ્યુ સાઈઝ ₹42.10 કરોડ (ફ્રેશ ઈશ્યુ) છે. રિટેલ રોકાણકારોએ ન્યૂનતમ 4,000 શેરો માટે એટલે કે ₹2.16 લાખનું રોકાણ કરવું પડશે. લિસ્ટિંગ 21 ઓક્ટોબરે થશે.

3. શેલ્ઝ ઈન્ડિયા (Shellz India):

આ કન્ફેક્શનરી કંપનીનો IPO 15 થી 19 ઓક્ટોબર વચ્ચે આવશે. પ્રાઇસ બેન્ડ ₹170 થી ₹179 છે અને ઈશ્યુ સાઈઝ ₹59.97 કરોડ છે. લિસ્ટિંગ 23 ઓક્ટોબરે BSE SME પ્લેટફોર્મ પર થશે.

રોકાણકારો માટે ખાસ સલાહ

કોઈપણ આઈપીઓમાં નાણાં રોકતા પહેલા કંપનીના નાણાકીય ગ્રોથ, દેવું, પ્રોફિટ માર્જિન અને વેલ્યુએશન ચકાસવું જરૂરી છે. ફ્રેશ ઈશ્યુના નાણાં કંપનીના વિકાસમાં વપરાય છે જ્યારે OFS ના નાણાં જૂના પ્રમોટર્સ કે શેરહોલ્ડર્સ પાસે જાય છે. તેથી કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ રોકાણનો નિર્ણય લેવો.

આ પણ વાંચોઃ પાકિસ્તાની સેનાનું ટ્રેનિંગ વિમાન ક્રેશ, બે પાયલટનાં મોત

Back to top button