PM કિસાનનો 24મો હપ્તો હજુ નથી આવ્યો, આજે જ સુધારો આ ભૂલ અને મેળવો લાભ
PM Kisan 24th Installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબરે ગુજરાતના બનાસકાંઠાથી ‘પીએમ કિસાન સન્માન નિધિ યોજના’ (PM Kisan) નો ૨૪મો હપ્તો જારી કરી દીધો છે. આ અંતર્ગત દેશભરના 9.32 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં આશરે 19,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેમાં પાત્ર ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા જમા થયા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જોકે, હપ્તો જાહેર થવાનો અર્થ એ નથી કે દરેક નોંધાયેલા ખેડૂત સુધી નાણાં પહોંચી જ ગયા હોય. જો તમારા ખાતામાં હજુ સુધી રકમ જમા થઈ નથી, તો તેની પાછળ ઈ-કેવાયસી (e-KYC), જમીનના રેકોર્ડ કે બેંક ખાતામાં ખામી જેવા કારણો હોઈ શકે છે. આવો જાણીએ એ 6 મુખ્ય કારણો, જેનાથી તમારી ૨૪મી કિસટ અટકી શકે છે અને તેને કેવી રીતે સુધારી શકાય:
1. ઈ-કેવાયસી (e-KYC) પૂરું ન કરાવવું
પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર્ડ ખેડૂતો માટે ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે. જો તમે હજુ સુધી આ પ્રક્રિયા પૂરી નથી કરી, તો ખાતામાં 2000 રૂપિયા નહીં આવે. ખેડૂતો ઘરબેઠા અધિકૃત વેબસાઇટ પર જઈને ઓટીપી (OTP) દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરાવી શકે છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં માવઠાનો માર! મગફળી-ચણાના પાક પર નુકસાનનું સંકટ
2. જમીનનો રેકોર્ડ અથવા લેન્ડ સીડિંગ અપડેટ ન હોવું
આ યોજનાનો લાભ એ જ ખેડૂત પરિવારને મળે છે જેના નામ પર ખેતીની જમીન નોંધાયેલી હોય. આ માટે જમીનના દસ્તાવેજોનું સત્યાપન (Land Seeding) જરૂરી છે. જો પોર્ટલ પર સ્ટેટસ ‘Pending’ બતાવી રહ્યું હોય, તો રાજ્યના કૃષિ વિભાગ અથવા મહેસૂલ અધિકારીનો સંપર્ક કરીને જમીનનો રેકોર્ડ અપડેટ કરાવો.
3. બેંક ખાતામાં આધાર લિંક અને NPCI મેપિંગનો અભાવ
પીએમ કિસાનની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં મોકલવામાં આવે છે. જો બેંક ખાતું આધાર સાથે લિંક નથી અથવા નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) ની મેપિંગ પ્રક્રિયા અધૂરી છે, તો ચૂકવણી અટકી શકે છે.
4. પરિવારના એક કરતા વધુ સભ્ય દ્વારા લાભ લેવો
નિયમો અનુસાર, એક ખેડૂત પરિવારમાં પતિ, પત્ની અને સગીર બાળકોનો સમાવેશ થાય છે. જો પરિવારના એકથી વધુ સભ્યોના નામે યોજનાનો લાભ લેવામાં આવતો હોય, તો ફિઝિકલ વેરિફિકેશન પૂરું થાય ત્યાં સુધી હપ્તો અટકાવવામાં આવી શકે છે.
5. 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી હોય તો તપાસ
જે ખેડૂતોએ 1 ફેબ્રુઆરી 2019 પછી જમીનની માલિકી મેળવી છે, તેમની પાત્રતાની ચકાસણી કરવામાં આવે છે. શંકાસ્પદ કિસ્સાઓમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તો રોકી શકાય છે.
6. વધુ પેન્શન મેળવનારા અને પ્રોફેશનલ્સ પાત્ર નથી
જે નિવૃત્ત કર્મચારીઓને દર મહિને 1000 રૂપિયા કે તેથી વધુ પેન્શન મળે છે અથવા જેઓ ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ (CA) કે આર્કિટેક્ટ છે, તેઓ આ યોજના અંતર્ગત આવતા નથી.
ખાતામાં પૈસા ન આવ્યા હોય તો સૌપ્રથમ શું કરવું?
જો તમારી 24મો હપ્તો જમા થયો નથી, તો સૌથી પહેલા સત્તાવાર પોર્ટલ પર જઈને તમારું Beneficiary Status ચેક કરો. ત્યાં તમને ઈ-કેવાયસી, લેન્ડ સીડિંગ અને આધાર-બેંક લિંકિંગનું સાચું સ્ટેટસ મળી જશે.
આ પણ વાંચોઃ ભારતની હાર બાદ અય્યરના નિર્ણય પર સવાલ, વૈભવ સૂર્યવંશીને કેમ કર્યો બહાર?












