World Cup 2027: શમી અને જાડેજા સહિત આ 5 ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાંથી થઈ શકે છે આઉટ

World Cup 2027: સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં જ્યારે 2027માં વનડે વર્લ્ડ કપ રમાશે, ત્યારે ટીમ ઈન્ડિયાના કેટલાક એવા સિતારાઓ તેનું હિસ્સો બની શકશે નહીં, જેઓ પાછલી ટૂર્નામેન્ટમાં રમ્યા હતા. વિરાટ કોહલી અને રોહિત શર્માના રમવા અંગે હજુ સવાલો છે, પરંતુ 5 ખેલાડીઓ એવા છે જેઓ આગામી વર્લ્ડ કપમાં ચોક્કસપણે જોવા મળશે નહીં. જેમાંથી એક દિગ્ગજે નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે 4 ખેલાડીઓ માટે વનડે ટીમની સફર લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
રવિચંદ્રન અશ્વિન
ભારતના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક રવિચંદ્રન અશ્વિન 2023ના વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા, પરંતુ તેમને માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં તેમણે 34 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તેમને પ્લેઈંગ-11 માં તક મળી નહોતી. ડિસેમ્બર 2024માં અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
સૂર્યકુમાર યાદવ
ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ પાછલા વનડે વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી ટીમનો ભાગ હતા. જોકે, વનડે ફોર્મેટમાં તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. ઈંગ્લેન્ડ સામેની 49 રનની ઈનિંગને બાદ કરતાં અન્ય 6 મેચમાં તેઓ 25 રનનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા. વર્લ્ડ કપ ફાઈનલ બાદથી જ વનડે ટીમમાંથી તેમની બાદબાકી થઈ ગઈ છે.
મોહમ્મદ શમી
વર્લ્ડ કપ 2023માં ભારતના સૌથી સફળ બોલર મોહમ્મદ શમી હતા. હાર્દિક પંડ્યાની ઈજા બાદ તક મળતા તેમણે માત્ર 7 મેચમાં સૌથી વધુ 24 વિકેટ ઝડપી હતી. ગત વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમમાં પણ તેઓ મહત્વના સભ્ય હતા. પરંતુ ત્યારબાદ ફિટનેસની સમસ્યા અને ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથેના વિવાદને કારણે તેમની ટીમમાં વાપસી મુશ્કેલ દેખાઈ રહી છે.
શાર્દુલ ઠાકુર
ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર માટે પણ 2027ના વર્લ્ડ કપમાં વાપસી અશક્ય જણાય છે. ગત વર્લ્ડ કપમાં શરૂઆતની 3 મેચમાં નિષ્ફળ રહ્યા બાદ તેમને બહાર બેસવું પડ્યું હતું. ત્યારબાદથી શાર્દુલની વનડે ટીમમાં વાપસી થઈ નથી. જોકે શાર્દુલ પોતે 2027માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ વર્તમાન સમીકરણો જોતા તે લગભગ અસંભવ છે.
રવીન્દ્ર જાડેજા
દિગ્ગજ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા માટે ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લેવો પડી શકે છે. ફિટનેસ અને ફિલ્ડિંગમાં જાડેજા હજુ પણ લાજવાબ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વનડે ફોર્મેટમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની વનડે સિરીઝમાં પણ 3 મેચમાં તેઓ માત્ર 43 રન બનાવી શક્યા હતા અને એકપણ વિકેટ લઈ શક્યા નહોતા. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરની વધતી ભૂમિકાને જોતા જાડેજા માટે જગ્યા બનાવવી મુશ્કેલ છે.
આ પણ વાંચોઃ IPL 2026ની તમામ સ્ટોરીમાં આ પણ વાંચોમાં આ સ્ટોરી એડ કરવી ફરજીયાત….
આ પણ વાંચોઃ બિલમાં Fuel કે LPG ચાર્જ લગાવે છે રેસ્ટોરન્ટ? જાણો આ લૂંટથી કેવી રીતે બચવું અને ક્યાં કરવી ફરિયાદ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












