ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

આજે ગોવર્ધન પૂજા, બપોરે 2 વાગ્યા સુધી પ્રતિપદા તિથિ; જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ

Govardhan Puja Muhurat : દિવાળી બાદ આજે 10 નવેમ્બરે દેશભરમાં ગોવર્ધન પૂજાનો પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ગોવર્ધન પર્વતની પૂજા સાથે જોડાયેલા આ પર્વમાં અન્નકૂટનો ભોગ ધરાવવાની વિશેષ પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર ગોવર્ધન પૂજા કરવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.

આજે કેટલા વાગ્યા સુધી છે પ્રતિપદા તિથિ?

હિંદુ પંચાંગ અનુસાર કારતક સુદ એકમની તિથિ 9 નવેમ્બરે બપોરે 12:31 વાગ્યાથી શરૂ થઈ હતી, જે આજે 10 નવેમ્બરે બપોરે 2 વાગ્યા સુધી રહેશે. ઉદયા તિથિના આધારે આજે ગોવર્ધન પૂજા કરવામાં આવી રહી છે.

ગોવર્ધન પૂજાના શુભ મુહૂર્ત

ગોવર્ધન પૂજા માટે આજે સવારે 6:40થી 8:50 વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત સાંજે 3:46થી 6:02 વાગ્યા સુધી પણ પૂજા કરી શકાશે.

ચોઘડિયા અનુસાર શુભ સમય નીચે મુજબ છે:

  • લાભ: સવારે 10:44થી બપોરે 12:05 વાગ્યા સુધી

  • અમૃત: બપોરે 12:05થી 1:26 વાગ્યા સુધી

  • શુભ: બપોરે 2:47થી 4:09 વાગ્યા સુધી

  • લાભ: સાંજે 7:09થી 8:48 વાગ્યા સુધી

    અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

    https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ રીતે કરો ગોવર્ધન પૂજા

ગોવર્ધન પૂજાના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવામાં આવે છે. ત્યારબાદ ઘરના આંગણામાં ગાયના છાણથી ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. તેને ફૂલ અને પાંદડાંથી શણગારવામાં આવે છે.

પ્રતિકૃતિ પાસે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરીને રોળી, અક્ષત, ફૂલ, ધૂપ અને દીવાથી પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ કઢી-ચોખા, મીઠાઈ અને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ભોગ ધરાવવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા બાદ પરિવાર સાથે પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે.

Back to top button