PNB નું એલર્ટ! 10 નવેમ્બર પહેલા કરી લો આ કામ, નહીંતર બંધ થઈ શકે છે તમારું એકાઉન્ટ

PNB Inactive Account Closure: પંજાબ નેશનલ બેંક (PNB) ના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બેંક 10 નવેમ્બર 2026 પછી કેટલાક ઇનએક્ટિવ (બિનઉપયોગી) બેંક ખાતાં બંધ કરી શકે છે. આ કાર્યવાહી એવા ખાતાંઓ પર કરવામાં આવશે જેમાં 30 સપ્ટેમ્બર 2023 પછી કોઈ જ લેણદેણ (ટ્રાન્ઝેક્શન) થઈ નથી અને બેલેન્સ પણ શૂન્ય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બેંક દ્વારા આવા ગ્રાહકોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ નેશનલ બેંક દેશની મોટી સરકારી બેંકોમાં સામેલ છે અને ખાતાંઓના દુરુપયોગ તથા જોખમોને રોકવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
કયા ખાતાંઓ બંધ થશે?
જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે અને તેમાં નીચેની બંને શર્તો પૂરી થાય છે, તો 10 નવેમ્બર 2026 પછી તમારું ખાતું બંધ થઈ શકે છે:
1. ખાતામાં 30 સપ્ટેમ્બર 2023 પછી કોઈ જ લેણદેણ કે ઓપરેશન થયું ન હોય.
2. ખાતામાં શૂન્ય (Zero) બેલેન્સ હોય.
આ પણ વાંચોઃ શેરબજારમાં ભારે ઉથલપાથલ! સેન્સેક્સ 353 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22,700ની નીચે બંધ
એકાઉન્ટ કેવી રીતે એક્ટિવ કરાવવું?
જો તમારું ખાતું પણ આ જોખમના દાયરામાં આવે છે, તો સમયમર્યાદા પહેલા તમારી સંબંધિત બેંક શાખાનો સંપર્ક કરીને કેવાયસી (KYC) સંબંધિત દસ્તાવેજો જમા કરાવવા પડશે.
ઓળખ અને સરનામાનો પુરાવો : પાસપોર્ટ, વોટર આઈડી અથવા ડ્રાઇવિંગ લાયસન્સ.
દસ્તાવેજો : પૅન કાર્ડ અથવા અન્ય જરૂરી ફોર્મ.
રિક્વેસ્ટ લેટર : ખાતું ફરીથી ચાલુ કરવા માટેનું આવેદન પત્ર.
કોઈપણ પ્રકારની મદદ માટે ગ્રાહકો PNB ના ટોલ-ફ્રી નંબર 1800 -1800 અથવા 1800 -2021 પર સંપર્ક કરી શકે છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમય રહેતા પોતાના ખાતાની સ્થિતિ ચકાસી લે.
આ પણ વાંચોઃ વડોદરામાં સામૂહિક આપઘાતની ઘટના: માતાએ દીકરા-દીકરી સાથે જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ











