ટ્રેન્ડિંગયુટિલીટી

કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળી પર વધશે મોંઘવારી ભથ્થું? જાણો કેટલો વધશે પગાર અને કેવી રીતે થશે એરિયર્સની ગણતરી

Central Government Employees DA Hike 2026 :  કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ ૨૦૨૬ થી અમલી બનનારા મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં વધારાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે 8 નવેમ્બરે દિવાળી ઉજવવામાં આવશે, અને આ તહેવાર પહેલાં જ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જો મોંઘવારી ભથ્થું વધશે તો કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનરો શનિવાર-રવિવારના પેન્શન બંનેમાં નોંધપાત્ર વધારો થશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ વધારાની સાથે જુલાઈ મહિનાથી લાગુ પડતા આ વધારાનું એરિયર્સ (બાકી નાણાં) પણ મળવાની પૂર્ણ સંભાવના છે. જોકે, સરકારે હજી સુધી દિવાળી પહેલાં DA વધારાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી.

દિવાળી પર મળશે ભેટ?

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી સામે રાહત આપવા માટે કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરે છે. પહેલો સુધારો 1 જાન્યુઆરીથી અને બીજો 1 જુલાઈથી અસરકારક માનવામાં આવે છે. જુલાઈ 2026 ના ફેરફારની જાહેરાતની હાલ રાહ જોવાઈ રહી છે. કર્મચારીઓને આશા છે કે સરકાર દિવાળી પહેલાં તેની સત્તાવાર જાહેરાત કરશે.

જોકે, દિવાળી પહેલાં જ જાહેરાત થવી નક્કી નથી, કારણ કે ભૂતકાળમાં સરકારે કેટલીકવાર દિવાળી પછી પણ DA જાહેર કરેલું છે. પરંતુ મોટાભાગે દિવાળીના તહેવાર દરમિયાન જ ભથ્થા અને બોનસ સંબંધિત નિર્ણયો લેવાતા આવ્યા છે.

કેટલો વધી શકે છે મોંઘવારી ભથ્થું (DA)? 

છેલ્લા કેટલાક મહિનાના મોંઘવારીના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો જુલાઈથી મોંઘવારી ભથ્થામાં 3 ટકા (3%) નો વધારો થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જો આમ થશે તો કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું વધીને 63 ટકા (63%) સુધી પહોંચી શકે છે. આ જ રીતે પેન્શનરો માટેના DR માં પણ વધારો થશે.

આ પણ વાંચોઃ 5 વર્ષમાં 35% વધી ગોલ્ડ લોન, આખરે ક્યા કારણે વધી રહ્યો છે ટ્રેંડ?

એરિયર્સ (Arrears) ની ગણતરી કેવી રીતે થશે?

ધારો કે દિવાળી પહેલાં ઓક્ટોબર મહિનામાં જ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થાય છે, તો જુલાઈથી ઓક્ટોબર સુધીના કુલ ૪ મહિનાનું એરિયર્સ ઉમેરીને ઓક્ટોબર મહિનાના પગાર સાથે આપવામાં આવશે.

ઉદાહરણ તરીકે: જો તમારો મૂળ પગાર (Basic Salary) ₹18,000 છે, તો હાલમાં 60% ના દરે તમને ₹10,800  મોંઘવારી ભથ્થું મળે છે.
3 ટકાના વધારા પછી DA વધીને ₹11,340 થઈ જશે (એટલે કે મહિને ₹540 નો વધારો).
આ સ્થિતિમાં 4 મહિનાનું ઉમેરીને કુલ ₹2,160 સુધીનું વધારાનું એરિયર્સ ઓક્ટોબર મહિનાના પગાર સાથે જમા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ફ્રાંસમાં 4 લાખ લોકો ઉતર્યા રસ્તા પર, 1000ની કરાઈ ધરપકડ

Back to top button