એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છમાં શિક્ષણ સંસ્થાઓની આસપાસ શું પ્રતિબંધ લાદ્યો? જાણો નહીંતર વેપારીઓને થશે દંડ

ભુજ, 18 જુન 2025: Kachchh Education, Health કચ્છમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર સુખાકારી અંતર્ગત સમીક્ષા બેઠક થતી હોય છે. તે પૈકીની એક બેઠકમાં આરોગ્યક્ષેત્રની સમીક્ષા ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 મીટરના વિસ્તારમાં અમુક વસ્તુઓ વેંચવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો તંત્રના આદેશનું પાલન નહીં કરાય તો વેપારીઓને દંડ પણ ફટકારાશે.

ટેક્નોલોજીના ઉપયોગ આધારિત બાબતોની સમીક્ષા

કચ્છ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયારિંગ કમિટીની બેઠક મળી હતી.  જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં  ન્યૂટ્રીશન, રસીકરણ, શાળા આરોગ્ય તપાસણી, બિન સંક્રામક રોગોનો અટકાવ, ટીબી નિર્મૂલન તેમજ કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય વિષયક કામગીરીમાં ટેક્નોલોજીના ઉપયોગ આધારિત બાબતોની કામગીરીની સમીક્ષા કરાઇ હતી.

નિયમિત સાફ સફાઈ રાખવા તાકીદ

દરમિયાન ડીડીઓએ બાલસેવા બાલસંજીવની કેન્દ્રની કામગીરી, બાળ અને માતા મરણનાં કારણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પ્રસૂતિની સંખ્યા તથા રસીકરણ કાર્યક્રમ, સંચારી રોગો અને બિન સંચારી રોગો, વેક્ટર બોન ડિસીઝ મેલેરિયા અને ડેન્ગ્યૂ અટકાયતી પગલાં, આંગણવાડી, શાળાઓ, સબસેન્ટર, પી.એચ.સી., સી.એચ.સી., એસ.ડી.એચ.માં નિયમિત સાફ સફાઈ રાખવા તાકીદ કરી હતી.

બાળ સ્વાસ્થ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ

શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જિલ્લાનાં બાળકોનાં સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સઘન સારવાર સુધીની કામગીરીની સમીક્ષા કરીને ખાસ કરીને ચશ્માની જરૂરિયાતવાળાં બાળકોની સમયસર તપાસ થાય અને ચશ્મા મળે તેવું આયોજન કરવા સૂચના આપી હતી.

તમાકુ વિરોધી આ સૂચનાઓ જારી કરાઇ

જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં `જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ’ તથા `શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ’ અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ટોબેકો કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત સરકારી કચેરીઓની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ અને ગુટખાનું વેચાણ કરતા દુકાનદારો તેમજ જાહેર સ્થળોએ ધુમ્રપાન કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી. ગાઈડલાઈન મુજબ દરેક સરકારી શાળાઓમાં અમલીકરણ થાય તે અન્વયે કાર્યવાહી કરવા જવાબદાર વિભાગોને જણાવાયું હતુ

આ પણ વાંચો : GST: આ નિયમ હમણા જ જાણી લેજો નહીંતર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નું કાયમી નુકસાન થશે

આ પણ વાંચો : મારી મારીને પત્નીની હત્યા કરી નાખી, મૃતદેહને કોથળામાં નાખીને નદીમાં ફેંકી દીધો

Back to top button