ઉત્તરાખંડ/ ગુરુદ્વારા વિવાદમાં નવો વળાંક, નેહંગ શીખો છત પરથી નીચે આવવા તૈયાર

Turning point in Gurudwara dispute: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના નગરાસૂ ગુરુદ્વારામાં થયેલા વિવાદ બાદ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનતી જોવા મળી રહી છે. જિલ્લા પ્રશાસન અને પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે શ્રી હેમકુંડ સાહિબ યાત્રા અને ચારધામ યાત્રા સંપૂર્ણ રીતે સુચારૂ ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અનેક વાતો ભ્રામક છે.
20 જૂનના રોજ નગરાસૂ સ્થિત ગુરુદ્વારામાં સેવાદારો અને કેટલાક નેહંગ શીખ યાત્રીઓ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. મામલો વધતા કેટલાક નેહંગ શીખ ગુરુદ્વારાની છત પર ચડી ગયા હતા અને ઉપર જવાનો રસ્તો બંધ કરી દીધો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસ અધિક્ષક નીહારિકા તોમરે જણાવ્યું કે ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષો સાથે વાતચીત શરૂ કરી હતી. હાલ પ્રશાસન, પોલીસ અને ગુરુદ્વારા મેનેજમેન્ટ દ્વારા સતત સંવાદ ચાલી રહ્યો છે.
પ્રશાસનના જણાવ્યા મુજબ, 7 નેહંગોમાંથી એક વ્યક્તિ છત પરથી નીચે આવી ગયો છે અને પોલીસ તથા પ્રશાસન સાથે ચર્ચા કરી રહ્યો છે. બાકીના લોકો સાથે પણ વાતચીત ચાલુ છે અને ટૂંક સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પરની અફવાઓને લઈ પ્રશાસનની સ્પષ્ટતા
જિલ્લા પ્રશાસને જણાવ્યું કે ગુરુદ્વારા પર કોઈ કબ્જો કરવામાં આવ્યો નથી અને કોઈને બંધક પણ બનાવવામાં આવ્યા નથી. ગુરુદ્વારામાં લંગર સેવા, અરદાસ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ યથાવત ચાલી રહી છે.
પ્રશાસને યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે.
નેહંગ શીખે શું કહ્યું?
છત પરથી નીચે આવેલા એક નેહંગ શીખે જણાવ્યું કે તેઓ ઋષિકેશથી કર્ણપ્રયાગ તરફ યાત્રા કરી રહ્યા હતા અને ભોજન માટે નગરાસૂ ગુરુદ્વારામાં રોકાયા હતા. તેમના જણાવ્યા મુજબ, ત્યાં સેવાદારો સાથે બોલાચાલી થઈ હતી અને પોલીસને જોઈ તેમને લાગ્યું કે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે. આ ડરના કારણે તેઓ છત પર ચડી ગયા હતા.
ચારધામ યાત્રા સંપૂર્ણ સુરક્ષિત: પ્રશાસન
જિલ્લાધિકારી વિશાલ મિશ્રા અને એસએસપી નીહારિકા તોમરે જણાવ્યું કે ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા સંપૂર્ણ સુરક્ષિત અને સામાન્ય રીતે ચાલી રહી છે. યાત્રામાર્ગો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ટ્રાફિક વ્યવસ્થા પણ સામાન્ય છે.
પ્રશાસને દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને નિર્ભય રીતે યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું છે.
આ પણ વાંચો : ટ્રમ્પની ધમકી બાદ માહોલ બગડ્યો, સ્વિટ્ઝરલેન્ડમાં ઈરાને અધવચ્ચે બેઠક છોડી નીકળી ગયા












