UAEમાં બેકાબૂ ટ્રકનો ભયાનક અકસ્માત, 14નાં મોત

Truck Accident : સંયુક્ત આરબ અમીરાત (UAE)માં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ફુજૈરાહ અમીરાતના એન્ટ્રી ગેટ નજીક બેકાબૂ બનેલા ટ્રકે એક પછી એક અનેક વાહનોને અડફેટે લેતાં 14 લોકોનાં મોત થયા છે, જ્યારે આશરે 30 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં અનેક ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
બેકાબૂ ટ્રકે અનેક વાહનોને મારી ટક્કર
UAEના ગૃહ મંત્રાલય (Ministry of Interior)ના નિવેદન અનુસાર, ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક અન્ય એક વાહન સાથે અથડાયો હતો. ત્યારબાદ ટ્રક પલટી ખાઈ ગયો હતો અને રસ્તા પર ટ્રાફિક જામના કારણે ઉભેલાં અન્ય વાહનો સાથે અથડાયો હતો. આ અકસ્માત મધરાતની આસપાસ ફુજૈરાહ અમીરાતના એન્ટ્રી ગેટ નજીક થયો હતો. એક પછી એક વાહનો અથડાતાં રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટક્કર બાદ અનેક વાહનોમાં લાગી આગ
અકસ્મત એટલો ભયાનક હતો કે ટ્રકમાં આગ લાગી ગઈ હતી અને ત્યારબાદ આગ અન્ય વાહનો સુધી પણ ફેલાઈ હતી. જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સ (Civil Defence)ની ટીમો સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં આશરે 30 લોકો ઘાયલ થયા હતા. તેમાંથી કેટલાકને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય ઘાયલોની સારવાર હજુ ચાલુ છે.
મૃતકોમાં અનેક ભારતીય નાગરિકોનો સમાવેશ
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે DNA ટેસ્ટ (DNA Test) કરવામાં આવ્યા હતા. દુબઈમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ પુષ્ટિ કરી હતી કે મૃતકોમાં અનેક ભારતીય નાગરિકો સામેલ છે. ભારતીય વાણિજ્ય દૂતાવાસે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે સંપર્ક કર્યો છે. આ ઉપરાંત, મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદ અને સહયોગ આપવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓમાન, બ્રાઝિલ સહિતના દેશોના નાગરિકો પણ ઘાયલ
અકસ્મતમાં ઘાયલ થયેલા લોકોમાં UAE ઉપરાંત ઓમાન, બ્રાઝિલ, પાકિસ્તાન, જોર્ડન અને ઇજિપ્તના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોની ઓળખ અને જરૂરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મે મહિનામાં UAE પર ઈરાનના હુમલા દરમિયાન ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાની નિંદા કરી હતી.
આ પણ વાંચો : પત્ની પર શંકા જતા ડોક્ટરે ₹80 હજારમાં જાસૂસ રાખ્યો! કાફેના ફોટાથી લગ્નજીવનમાં ભંગાણ












