ટ્રેન્ડિંગમનોરંજન

‘તુ જૂઠી મેં મક્કાર’નું નવું સોન્ગ રિલીઝ, રણબીર-શ્રદ્ધાની સિઝલિંગ કેમેસ્ટ્રી

Text To Speech

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર ડિરેક્ટર લવ રંજન દ્વારા નિર્દેશિત આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેની જોડીને પડદા પર જોવા માટે ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મનું ‘તેરે પ્યાર મેં’ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે.

Tere Pyaar Mein Song
Tere Pyaar Mein Song

મેકર્સે આ સોન્ગને 1 ફેબ્રુઆરીએ યુટ્યુબ પર રિલીઝ કર્યું છે, જે રોમાન્સથી ભરપૂર છે. આ સોન્ગમાં રણબીર અને શ્રદ્ધા કપૂરની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

રણબીર કપૂર શ્રદ્ધાની સિઝલિંગ કેમેસ્ટ્રી

‘તેરે પ્યાર મેં’, સોન્ગ ખૂબ જ રોમેન્ટિક છે, જેમાં રણબીર અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી જોવા મળી છે. સોન્ગમાં રણબીર લવ બોય બનીને શ્રદ્ધાને ઈમ્પ્રેસ કરતો જોવા મળી રહ્યો છે. આ સોન્ગમાં ઘણા સુંદર લોકેશન બતાવવામાં આવ્યા છે, સાથે જ સમુદ્રના નજારા પણ જોવા મળે છે, જે આ વીડિયો સોન્ગને ખૂબ જ સુંદર બનાવે છે. ઉલ્લેખનીય છે કે, રણબીર અને શ્રદ્ધા આ ફિલ્મ દ્વારા પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા મળવાના છે. આ સોન્ગમાં, બંનેની જોડી ખૂબ જ શાનદાર લાગી રહી છે અને કિસિંગ સીન પણ છે.

આ સોન્ગના શબ્દો ખૂબ જ ઉત્સાહિત અને ઉત્તેજક છે. સોન્ગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે અને સોન્ગ અરિજિત સિંહ અને નિકિતા ગાંધીએ ગાયું છે. જો બંને સ્ટાર્સના લૂકની વાત કરીએ તો આ સોન્ગમાં રણબીર કપૂર ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહ્યો છે, તેની સાથે શ્રદ્ધા કપૂર પણ સુંદર લાગી રહી છે અને તે પણ બિકીની લુકમાં જોવા મળી રહી છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે?

‘તુ જૂઠી મેં મક્કાર’ની રિલીઝ ડેટની વાત કરીએ તો રણબીર-શ્રદ્ધાની આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દર્શકોને રોમાન્સની સાથે કોમેડી પણ જોવા મળશે.

આ ફિલ્મમાં પ્રોડ્યુસર બોની કપૂર પણ જોવા મળવાના છે, આ દ્વારા તેઓ પોતાના અભિનયની શરૂઆત કરી રહ્યા છે.

Back to top button