ટ્રેન્ડિંગમનોરંજન

રણબીર કપૂર અને યશની ‘રામાયણ પાર્ટ 2’ની રિલીઝ લંબાઈ; જાણો શું છે કારણ

Ramayana Part 2 Delay:   બોલિવૂડની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ના બીજા ભાગને લઈને નવી માહિતી સામે આવી છે. રણબીર કપૂર અને યશ અભિનીત આ ફિલ્મ અગાઉ દિવાળી 2027માં રિલીઝ થવાની હતી. જોકે, ‘બોલિવૂડ હંગામા’ના એક અહેવાલ મુજબ, હવે ફિલ્મની રિલીઝ દિવાળી 2028 સુધી પાછળ ઠેલાઈ શકે છે. ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ અને ભવ્ય દૃશ્યો તૈયાર કરવા માટે વધુ સમયની જરૂર હોવાથી આ ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

યુદ્ધનાં દૃશ્યો માટે વધુ સમયની જરૂર

અહેવાલ અનુસાર, ‘રામાયણ પાર્ટ 2’માં મોટા પાયે યુદ્ધનાં દૃશ્યો દર્શાવવામાં આવશે. ફિલ્મની વાર્તામાં આ ભાગનું વિશેષ મહત્ત્વ હોવાથી નિર્માતાઓ તેને ભવ્ય રીતે રજૂ કરવા માગે છે. આ દૃશ્યોનું શૂટિંગ અને નિર્માણકાર્ય પૂર્ણ કરવા માટે વધારાનો સમય લાગી શકે છે. પરિણામે ફિલ્મના પ્રોડક્શન શેડ્યૂલમાં ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી છે.અહેવાલમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે નિર્માતા નમિત મલ્હોત્રા ભારતીય દર્શકોને સિનેમાનો અનોખો અનુભવ આપવા માગે છે. આ જ કારણસર ફિલ્મની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કર્યા વિના કામ પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, ફિલ્મની રિલીઝ દિવાળી 2028 સુધી મુલતવી રાખવામાં આવી હોવાની નિર્માતાઓએ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેથી આ સમાચારને હાલ અહેવાલના આધારે સંભવિત ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘રામાયણ પાર્ટ 1’ દિવાળી પર થશે રિલીઝ

બીજા ભાગની રિલીઝ અંગે ચર્ચા વચ્ચે પ્રથમ ભાગ 5 નવેમ્બર, 2026ના રોજ દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થવાનો છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, યશ રાવણ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત સની દેઓલ હનુમાનજી અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવશે. ફિલ્મના બીજા ભાગમાં રામાયણના યુદ્ધપ્રસંગને મોટા પાયે રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. હવે ફિલ્મની રિલીઝ તારીખ અંગે નિર્માતાઓની સત્તાવાર જાહેરાત પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો, પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ.7300નો વધારો

Back to top button