કંડલાથી કાસેઝના સાંકડા માર્ગે ટ્રાફિકજામ, હવે રોજની સમસ્યા

એચડી ન્યૂઝ ડેસ્ક, 25 જુન 2025: Kandala, KASEZ દેશના મહાબંદરગાહ કંડલા અને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન-કાસેઝને જોડતા રોડ ઉપરની ટ્રાફિકજામની સમસ્યા રોજની થઇ ચૂકી છે. સાંકડા રસ્તાઓના કારણે ઔદ્યોગિક વાહનો અને રૂટિન અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે.
નકટી પુલ બંધ કરાયો પણ વ્યવસ્થામાં મુશ્કેલી
ગાંધીધામના કાસેઝ ઓવર બ્રિજથી કંડલા સુધીના માર્ગ ઉપર છેલ્લા એકાદ વર્ષથી સુધારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નકટી પુલ બંધ કરીને બંને બાજુ મેટલ પાથરીને વાહનોની આવનજાવન માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે બંને બાજુના માર્ગ સાંકડી છે.
માલગાડીના કારણે પણ સમસ્યા
ડી.પી.એ, કસ્ટમ તેમજ ખાનગી કર્મીઓને કંડલા જવામાં ભારે સમસ્યા થાય છે. મોટા વાહનો સાંકડા માર્ગો પરથી અનેક વખત રોંગ સાઈડમાં આવી જતાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત માલગાડીના કારણે પણ સમસ્યા સર્જાય છે.
તોતિંગ વાહનો માટે પહોળો રસ્તો જોઇએ
કંડલા પોર્ટ ઉપર આવતા જતાં તોતિંગ વાહનો માટે મોટો પહોળો માર્ગ બનાવાય તોજ આ સમસ્યાનો ઉકેલ આવે તેમ છે. મંગળવારે પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જે કલાકો સુધી જામ રહ્યો હતો. પોલીસે નિયમિત ધોરણે પેટ્રોલિંગ કરી વારંવાર જામ ન સર્જાય તેવી વ્યવસ્થા રાખવી જોઇએ તેમ પસાર થતા વાહનચાલકોએ જણાવ્યું હતું.
શિપિંગના અનેક વાહનો અટવાયા
વિદેશથી આવતા જહાજો ઉપર માલ પહોંચાડનારા શિપિંગના અનેક વાહનો અટવાતા ભારે હાલાકી સર્જાઈ હતી. વાહન ચાલકોએ ખારીરોહર, ઈન્દિરાનગરવાળો માર્ગનો ઉપયોગ કરવો પડે છે પરંતુ આ માર્ગ ઉપર પણ ખાડા હોવાથી અકસ્માતની ભીતી રહેલી છે. આવામાં સરકારી અને ખાનગી કર્મીઓ કંડલા કેવી રીતે પહોંચે તે પ્રશ્ન છે.
આ પણ વાંચો: કચ્છ કાર્નિવલ માટે દીવા તળે અંધારૂં ઓસર્યું? સાંસદે સંસ્કૃતિના સંવર્ધનની શું પહેલ કરી? વાંચો
આ પણ વાંચો: આ વર્ષે કટોકટી દિવસ નહીં પણ સંવિધાન હત્યા દિવસ: વાંચો પૂર્વ પ્રધાનમંત્રીના પગલાનો વિરોધ કેવી રીતે?












