ગુજરાતટોપ ન્યૂઝ

યુવતીએ મહીસાગર નદીમાં છલાંગ લગાવી, લોકોના શ્વાસ અધ્ધર માંડ માંડ બચાવ્યો જીવ!

ગોધરા 26 જૂન 2025: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ટીંબારોડ પાસેથી પસાર થતી મહીસાગર નદી પસાર થાય છે. હાલમા ચોમાસામાં વરસાદ હોવાથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે. આ બધાની વચ્ચે એક ઘટનાએ લોકોના જીવ તાળવે ચોડાટી દીધા હતા. અજાણી યુવતીએ કૂદીને જીવન ટૂંકાવવા માટે પ્રયાસ કર્યો હતો. પુલ ઉપર જતા વાહનચાલકો અને રાહદારીઓનુ ધ્યાન જતા તેને સમજાવાનો પ્રયાસ કર્યો હતો.

એક ઈસમ તેને પકડવાની કોશિષ કરતા તે નદીમા ખાબકી હતી. જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. બીજી તરફ નદીમાં કૂદતાની સાથે જ સ્થાનિક તરવૈયાઓએ યુવતીને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે યુવતી થોડે દૂર સુધી તણાઈ હતી. પરંતુ તરવૈયાઓએ પાણીમાં જઈને યુવતીને બચાવી લીધી હતી. જેમાં યુવતી બેભાન અવસ્થામાં મળી હતી.

યુવતીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે યુવતીનું આત્મહત્યાના પ્રયાસ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સાથે જ યુવતીની ઓળખ પણ થઈ નથી. સમગ્ર મામલે પોલીસે યુવતીની ઓળખ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

આ પણ  વાંચો: મનરેગા કૌભાંડમાં આ કોંગ્રેસ નેતાની પોલીસે કરી અટકાયત,ચૈતર વસાવાનો આરોપ સાચો પડ્યો?

Back to top button