ટ્રેન્ડિંગયુટિલીટી

નીમ કરોલી બાબા દરેક ઋતુમાં કેમ ઓઢતા હતા ધાબળો? જાણો અદ્ભુત માન્યતાઓ

Neem Karoli Baba Blanket Miracle: નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શનના કારણે ચર્ચામાં છે. નીમ કરોલી બાબાનું સાદું જીવન અને તેમના ઉપદેશો આજે પણ લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. બાબાનું પવિત્ર સ્થાન કૈંચી ધામમાં આવેલું છે, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે નીમ કરોલી બાબા તેમની મોટાભાગની તસવીરોમાં શરીર પર એક ધાબળો (કંબ્બલ) લપેટેલા દેખાય છે? તેમના ભક્તો જણાવે છે કે હવામાન ઠંડું હોય કે ગરમ, બાબા હંમેશા આ ધાબળાને પોતાની સાથે જ રાખતા હતા. આવો આજે તમને તેની સાથે જોડાયેલું એક મોટું રહસ્ય જણાવીએ.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શા માટે દરેક સમયે ધાબળો સાથે રાખતા હતા બાબા?

નીમ કરોલી બાબાના ધાબળા સાથે જોડાયેલા કોઈ મજબૂત પુરાવા તો નથી, પરંતુ તેમના પરમ ભક્ત દાદા મુખરજી કહે છે કે નીમ કરોલી બાબા દરેક સમયે આ ધાબળાને પોતાની સાથે રાખતા હતા. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, બાબા દરેક ઋતુમાં તેને સાથે રાખતા. એવો પણ દાવો કરવામાં આવે છે કે તે ધાબળામાંથી હંમેશા કોઈ નવજાત શિશુ જેવી સુગંધ આવતી હતી. લોકો જણાવે છે કે તે ધાબળો ક્યારેક ખૂબ ભારે લાગતો હતો તો ક્યારેક ખૂબ હલકો. આ એક પ્રકારનો ચમત્કાર જ લાગતો હતો.

વૈરાગ્ય અને સાદગીનું પ્રતીક

દાદા મુખરજી જણાવે છે કે તેમનો ધાબળો માત્ર એક ખાસ ઓળખ બનાવવાનું માધ્યમ નહોતો, પરંતુ સાદગી, વૈરાગ્ય અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક પણ હતો. બાબા બાહ્ય આડંબરને બદલે મન અને આત્મિક ચેતના પર ધ્યાન આપવાનો સંદેશ આપતા હતા. તેનું એક ઉદાહરણ એ છે કે એકવાર કોઈ ભક્તે બાબાના ધાબળાને સરખો ગોઠવવાનો પ્રયાસ કર્યો. ત્યારે બાબાએ કહ્યું કે આ જેવો છે તેને એવો જ રહેવા દો, ક્યારેય કોઈને કોઈ વસ્તુથી બાંધવા ન જોઈએ.

આ પણ વાંચોઃ ‘ભાજપના ભારતમાં મહિલાઓની સુરક્ષા કરતાં ગાયનું રક્ષણ વધુ મહત્વનું…’ મહિલા સુરક્ષા પર મહેબૂબા મુફ્તીના આકરા પ્રહારો

ભક્તોના દુઃખ-દર્દ સાથે જોડાયેલી માન્યતા

ધાબળાને લઈને બીજી એક માન્યતા પણ પ્રચલિત છે. ભક્તોનો વિશ્વાસ હતો કે બાબા પોતાના અનુયાયીઓના દુઃખ અને તકલીફોને પોતાના પર લઈ લેતા હતા. આ વિચારસરણીના કારણે ધાબળાને સુરક્ષા સાથે જોડીને જોવામાં આવ્યો. કેટલાક ભક્તોએ એવું પણ જણાવ્યું કે બાબા બીમાર લોકો પર ધાબળો ઓઢાડતા હતા અને તેમને રાહત અનુભવાતી હતી. આ ધાબળા સાથે જોડાયેલા બીજા પણ ઘણા અદ્ભુત કિસ્સાઓ લોકો વચ્ચે પ્રચલિત છે.

ધાબળાના રંગનું રહસ્ય

નીમ કરોલી બાબાના ધાબળાનો રંગ વાદળી કે આછા રંગનો હતો. લોકો વાદળી રંગને શાંતિ અને આધ્યાત્મિક સ્થિરતા સાથે જોડીને જુએ છે. માન્યતા છે કે આ રંગ જ બાબાને શાંત અને સંતુલિત રાખતો હતો. બાબા બાહ્ય પરિસ્થિતિઓ કરતાં ભીતરની સાધનાને વધુ મહત્વ આપતા હતા. તેથી ધાબળો તેમના માટે સાદગી, શાંતિ અને વૈરાગ્યનું પ્રતીક બની ગયો. એવો પણ દાવો કરવામાં આવે છે કે બાબા આ ધાબળાનો ઉપયોગ પોતાની શક્તિઓને છુપાવવા માટે કરતા હતા, જેથી લોકો તેમની શક્તિઓથી વધુ પડતા આકર્ષિત ન થાય અથવા તો લોકોની ભીડથી બચવાનો આ એક રસ્તો પણ હોઈ શકે છે.

પુસ્તકમાં પણ ધાબળાનો ઉલ્લેખ

અમેરિકન મનોવૈજ્ઞાનિક રિચર્ડ એલપર્ટ પાછળથી ‘રામ દાસ’ના નામે પ્રખ્યાત થયા હતા. તેમણે 1979માં ‘મિરેકલ ઓફ લવ’ (Miracle of Love) નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં તેમણે એક ઘટનાનો ઉલ્લેખ કરતા ‘બુલેટપ્રૂફ ધાબળા’ વિશે લખ્યું છે. તેમણે લખ્યું કે નીમ કરોલી બાબા હંમેશા ધાબળો ઓઢતા હતા, તેથી આજે પણ લોકો કૈંચી ધામ જઈને ધાબળો અર્પણ કરે છે. બાબાના અવસાન પછી તેમની ધાબળા વાળી તસવીરો એટલી બધી વાયરલ થઈ કે તેમના પવિત્ર ધામમાં દર્શન કરવા આવતા લોકો ધાબળો ચડાવવા લાગ્યા અને દાન પણ કરવા લાગ્યા.

આ પણ વાંચોઃ પુતિન સાથે મુલાકાતમાં PM મોદીએ આપ્યો શાંતિનો સંદેશ, જાણો શું કહ્યું

Back to top button