રેપર બાદશાહ પર બેવડી આફત: હરિયાણા પોલીસની ધરપકડની તલવાર વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી જાનથી મારી નાખવાની ધમકી

Rapper Badshah Death Threat: હિન્દી અને હરિયાણવી ગીતો માટે જાણીતા સિંગર બાદશાહની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ ‘ટટીરી’ ગીત વિવાદમાં હરિયાણા પોલીસ તેમની ધરપકડ કરવાની તૈયારીમાં છે, ત્યાં બીજી તરફ લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને સનસનાટી મચાવી દીધી છે.
બિશ્નોઈ ગેંગની ધમકી અને ફાયરિંગની જવાબદારી
પાણીપતમાં થયેલા ફાયરિંગની ઘટનાની જવાબદારી સ્વીકારતા બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર એક નોટ જાહેર કરી છે. આ નોટમાં રનદીપ મલિક અને અનિલ પંડિત (USA) ના નામે બાદશાહને સીધી ચેતવણી આપવામાં આવી છે. નોટમાં લખ્યું છે કે, “સિંગર બાદશાહ, તેં હરિયાણાની સંસ્કૃતિને બગાડવાનો પ્રયત્ન કર્યો છે. ૨૦૨૪માં તારા ક્લબમાં તને ટ્રેલર બતાવ્યું હતું, હવે પછી સીધી તારા કપાળમાં ગોળી મારીશું.”
ફાયરિંગની ઘટના
ગેંગે પાણીપતમાં હવાલા કારોબાર સાથે જોડાયેલી એક ઓફિસ પર થયેલા ફાયરિંગની જવાબદારી પણ લીધી છે અને ચેતવણી આપી છે કે આ તો માત્ર ટ્રેલર છે.
મહિલા આયોગનું કડક વલણ
બાદશાહ અત્યારે તેમના હરિયાણવી ગીત ‘ટટીરી’ (Tatiri) ને કારણે કાયદાકીય કુંડાળામાં ફસાયા છે. હરિયાણા મહિલા આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયાએ પોલીસને આદેશ આપ્યો છે કે જો બાદશાહ તપાસમાં સહયોગ ન આપે તો તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આયોગે જરૂર પડે બાદશાહનો પાસપોર્ટ જપ્ત કરવાની પણ સૂચના આપી છે જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે.
બાદશાહે માંગી માફી
દેશભરમાં આ ગીતનો વિરોધ થયા બાદ બાદશાહે એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, “હું પોતે ગર્વ અનુભવતો હરિયાણવી છું અને મારો ઈરાદો હરિયાણાના કોઈ બાળક કે મહિલાનું અપમાન કરવાનો ક્યારેય નહોતો.” જોકે, માફી માંગ્યા છતાં મહિલા આયોગ અને હવે ગેંગસ્ટર ગેંગ તરફથી તેમને કોઈ રાહત મળતી જણાતી નથી.
આ પણ વાંચોઃ શું તમને પણ આવ્યો ખોટો એડવાન્સ ટેક્સનો ઈમેલ? ખોલતા પહેલા ટેક્સ ડિપાર્ટમેન્ટની જાણી લો આ વાત
આ પણ વાંચોઃ Meta ફરીથી છટણી શરૂ કરશે; માર્ક ઝુકરબર્ગના સંકેત, શું AI હજારો નોકરીઓ લઈ લેશે?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












