ટ્રેન્ડિંગમનોરંજન

નવરાત્રીના રંગે રંગાયા રણવીર સિંહ, નીતા અંબાણી સાથે કર્યો ગરબા ડાન્સ

Entertainment News: અંબાણી પરિવારે ‘સ્વદેશ’ના એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી એક ખાસ કાર્યક્રમ સાથે કરી હતી, જેમાં અનેક જાણીતા ચહેરાઓ સામેલ થયા હતા. આ ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નીતા અંબાણી પોતાની દીકરી ઈશા અંબાણી અને અભિનેતા રણવીર સિંહ સાથે ગરબા કરતાં જોવા મળી રહ્યાં છે.

દીપિકા પાદુકોણ સાથે બે દીકરીઓના પિતા બનેલા રણવીર સિંહ ‘ધુરંધર 2’ની રિલીઝ બાદથી જાહેર કાર્યક્રમોમાં બહુ ઓછા જોવા મળ્યા છે. જોકે, શનિવાર, 10 ઑક્ટોબરની સાંજે તેઓ મુંબઈમાં ‘સ્વદેશ ઇરોસ’ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં સામેલ થયા હતા. રિલાયન્સ ફાઉન્ડેશનના આ ખાસ આર્ટ અને ક્રાફ્ટ સ્ટોર દ્વારા નવરાત્રિની શરૂઆતના એક દિવસ પહેલાં દેવી શક્તિના સન્માનમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેનું આયોજન નીતા અંબાણીએ કર્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રણવીર સિંહનો ગરબા ડાન્સ વીડિયો વાયરલ

હવે આ ઉજવણીનો એક અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણવીર સિંહ અને નીતા અંબાણી સાથે ગરબા કરતાં જોવા મળે છે. વાયરલ વીડિયોમાં રણવીર નવરાત્રિની ઉજવણી દરમિયાન ઉત્સાહપૂર્વક ગરબા રમતા દેખાય છે. બીજી તરફ, નીતા અંબાણી પણ તેમની સાથે આ ઉત્સવનો આનંદ માણતાં જોવા મળે છે.

બંનેની આ ખુશનુમા પળોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. નવ દિવસ ચાલતો નવરાત્રિનો તહેવાર રવિવાર, 11 ઑક્ટોબરથી શરૂ થયો છે અને મંગળવાર, 20 ઑક્ટોબરે દશેરા સાથે તેનું સમાપન થશે.

 

View this post on Instagram

 

‘સ્વદેશ’ના કાર્યક્રમમાં છવાયા રણવીર સિંહ

દીપિકા પાદુકોણ સાથે બીજી દીકરીનું સ્વાગત કરનાર અભિનેતા રણવીર સિંહ ગુલાબી રંગના એથનિક પોશાકમાં શાનદાર અંદાજમાં પહોંચ્યા હતા. તેમણે ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળું જેકેટ, તેની સાથે મેચિંગ કુર્તો અને સફેદ બોટમ પહેર્યું હતું.

ટિન્ટેડ સનગ્લાસિસ અને પોતાના ખાસ ડાયમંડ સ્ટડ્સ સાથે તેમણે લુક પૂર્ણ કર્યો હતો. તેમના આ ઉત્સવી પોશાકે તેમના વ્યક્તિત્વને શાહી અંદાજ આપ્યો હતો.

આ પણ વાંચો:માં શાકંભરીને કેમ ચઢાવાય છે શાકભાજીનો ભોગ? નવરાત્રિમાં જાણો રહસ્ય

‘સ્વદેશ’ના કાર્યક્રમમાં આ સિતારાઓએ પણ હાજરી આપી

આ ભવ્ય કાર્યક્રમમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. તેમાં સંજય દત્ત, આમિર ખાન, કૃતિ સેનન, સારા અલી ખાન, અદિતિ રાવ હૈદરી, શનાયા કપૂર, રશ્મિકા મંદાના, ફરાહ ખાન અને જેકલીન ફર્નાન્ડિસ સહિત અનેક સેલિબ્રિટીઓનાં નામ સામેલ છે.

રણવીર સિંહની આગામી ફિલ્મ કઈ છે?

ફિલ્મોની વાત કરીએ તો રણવીર સિંહ હાલમાં ‘પ્રલય’ માટે તૈયારી કરી રહ્યા છે. આ એક પોસ્ટ-એપોકેલિપ્ટિક થ્રિલર ફિલ્મ છે, જેના દ્વારા ફિલ્મ નિર્માતા હંસલ મહેતાના પુત્ર જય મહેતા દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યા છે.

આ ફિલ્મમાં કલ્યાણી પ્રિયદર્શન પણ જોવા મળશે. ફિલ્મની વાર્તા ભવિષ્યની એક ડિસ્ટોપિયન મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. રણવીર સિંહ છેલ્લે ‘ધુરંધર: ધ રિવેન્જ’માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:TOTP આધાર એપમાં વેરિફિકેશન બનાવશે સરળ, આ સુવિધાનો કેવી રીતે કરવો ઉપયોગ?

Back to top button