મનોરંજન

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’ નો બોક્સ ઓફિસ પર દબદબો: ચોથા દિવસે કમાણી ₹219.70 કરોડને પાર

Ramayana Box Office Collection: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી સાઈ પલ્લવી અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મે સોશિયલ મીડિયા અને બોક્સ ઓફિસ બંને જગ્યાએ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. દર્શકો તરફથી મળી રહેલા સકારાત્મક પ્રતિસાદના કારણે ફિલ્મની કમાણીમાં સતત જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારની રજાઓનો પૂરો ફાયદો ઉઠાવતા આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે અને વર્ષ 2026 ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

પહેલા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી

‘રામાયણ’ ફિલ્મની બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત થઈ હતી. Sacnilk ના અહેવાલ મુજબ, ફિલ્મે તેના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ₹64.85 કરોડનું શાનદાર ઓપનિંગ કર્યું હતું. બીજા દિવસે કમાણી સહેજ ઘટીને ₹48.05 કરોડ રહી હતી, પરંતુ ત્રીજા દિવસે એટલે કે પહેલા શનિવારે ફરી એકવાર કમાણીમાં 45.3 ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો અને ફિલ્મે એક જ દિવસમાં ₹69.80 કરોડની કમાણી કરી લીધી હતી. આ સાથે માત્ર ત્રણ દિવસની અંદર જ ફિલ્મનું કુલ ચોખ્ખું કલેક્શન ₹182.70 કરોડના આંકડાને સ્પર્શી ગયું હતું.

ચોથા દિવસે પણ જાદુ યથાવત

ફિલ્મે તેના ચોથા દિવસે એટલે કે રવિવારે પણ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન જારી રાખ્યું હતું. દિવાળી સપ્તાહના અંતે મળેલા જબરદસ્ત ફાયદાના કારણે ફિલ્મે સોશિયલ મીડિયા અને થિયેટરોમાં ધમાકો મચાવ્યો હતો. સાંજ સુધીના આંકડાઓ મુજબ, ફિલ્મે ચોથા દિવસે આશરે ₹37 કરોડની કમાણી કરી હતી, જેના કારણે ચાર દિવસનું કુલ કલેક્શન વધીને ₹219.70 કરોડ પર પહોંચી ગયું છે. રવિવારે ફિલ્મની ઓક્યુપન્સી પણ આશરે 35.6% જેટલી નોંધાઈ હતી.

‘દ્રશ્યમ 3’ અને ‘બોર્ડર 2’ ના રેકોર્ડ તોડ્યા

આ જબરદસ્ત પ્રદર્શનના દમ પર ‘રામાયણ’ એ વર્ષ 2026 ની બીજી સૌથી મોટી સપ્તાહાંત ઓપનર (નેટ) ફિલ્મ બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. આ ફિલ્મે ‘દ્રશ્યમ 3’ અને ‘બોર્ડર 2’ જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. વર્ષ 2026 ની ટોચની 10 સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ‘ધુરંધર 2’ (₹466 કરોડ) પ્રથમ ક્રમે છે, જ્યારે ‘રામાયણ’ ₹219.70 કરોડ સાથે બીજા ક્રમે બિરાજમાન છે. આ યાદીમાં દ્રશ્યમ 3 (₹174.5 કરોડ) અને બોર્ડર 2 (₹129.89 કરોડ) અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે આવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નિતેશ તિવારીનું ડાયરેક્શન રંગ લાવ્યું

નિલેશ તિવારી જેવા દિગ્દર્શક દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીની જોડી ઉપરાંત યશના રાવણ તરીકેના નવા અને ભવ્ય અંદાજની પણ દર્શકો દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે. ‘દંગલ’ ફેમ દિગ્દર્શકે પૌરાણિક કથાને આધુનિક ટેકનોલોજી સાથે ખૂબ જ સુંદર રીતે દર્શકો સમક્ષ રજૂ કરી છે. હાલમાં રિલીઝ થયેલો આ પહેલો ભાગ છે, જ્યારે ફિલ્મનો બીજો ભાગ આગામી વર્ષે દિવાળી 2027 ના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. દેશભરમાંથી મળી રહેલા પ્રેમ અને પ્રશંસાએ સાબિત કરી દીધું છે કે આ ફિલ્મ ભારતીય સિનેમામાં નવો ઇતિહાસ રચવા જઈ રહી છે.

આ પણ વાંચો: ‘રામાયણ’ની મંદોદરી બની કાજલ અગ્રવાલ, રાજવી લુકમાં શેર કરી ખાસ તસવીરો

Back to top button