રાજ ઠાકરેએ મોટા ભાઈ ઉદ્ધવને ઝટકો આપ્યો, એકનાથ શિંદે સાથે હાથ મિલાવ્યો

મુંબઈ, 23 જાન્યુઆરી 2026: મુંબઈ બીએમસી ચૂંટણીમાં હાલમાં ભલે મેયરના પદને લઈને કોઈ નિર્ણય ન થયો હોય અને ભાજપ, શિવસેના શિંદે ઉપરાંત વિપક્ષી ગઠબંધન શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ મનસેની વચ્ચે ખેંચતાણ શરુ થઈ હોય, પણ કલ્યાણા ડોંબિવલી નગર નિગમમાં ખેલ થઈ ગયો છે. અહીં મેયરની ખુરશી માટે શિવસેના શિંદેના રાજ ઠાકરેની મનસેથી હાથ મિલાવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. કલ્યાણ ડોંબિવલી મહાનગરપાલિકના હાલના ચૂંટણી પરિણામો બાદ આ નવા રાજકીય ગઠબંધન ચર્ચામાં આવી રહ્યા છે. ચર્ચા તો એવી પણ છે, ભાજપને સત્તાથી દૂર રાખવા માટે નાયબ મુખ્યમંત્રી એક નાથ શિંદેની શિવસેના અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધનની ખિચડી પાકી રહી છે.
આ સંદર્ભમાં, શિવસેનાના નેતા શ્રીકાંત શિંદે અને સાંસદ નરેશ મ્હસ્કેએ નવી મુંબઈમાં કોંકણ ભવનની મુલાકાત લીધી, જ્યાં તેમની સાથે મનસે નેતા રાજુ પાટીલની હાજરીએ આ અટકળોને વધુ વેગ આપ્યો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ એક મોટો સંગઠનાત્મક નિર્ણય લીધો છે, જેમાં કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) માં પ્રહલાદ મ્હત્રેને પાર્ટીના નવા જૂથ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. KDMC માં મનસેના પાંચ ચૂંટાયેલા કાઉન્સિલર છે, અને મ્હત્રે હવે ત્યાં પાર્ટીનું નેતૃત્વ કરશે. શિંદે સેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ ગઠબંધનની શક્યતાનો સંકેત આપતા કહ્યું કે MNS AIMIM નથી, તેથી તેમની સાથે જોડાવામાં કોઈ નુકસાન ન હોવું જોઈએ.
કલ્યાણ ડોંબિવલીમાં, શિવસેના (53) અને ભાજપ (50) એ મળીને કુલ 103 બેઠકો જીતી, જે બહુમતી આંક (62) થી ઘણી વધારે છે. પરંતુ મહાયુતિને બહુમતી મળ્યા પછી, હવે મેયર પદ માટે શિવસેના અને ભાજપ વચ્ચે ઝઘડો શરૂ થયો છે. મેયર પદની લડાઈમાં શિંદેને મનસેની મદદ લેવી પડી છે.
આ પણ વાંચો: SBI બેન્કના મેનેજરને ગામલોકોએ થાંભલા સાથે બાંધીને બરાબરનો મેથીપાક આપ્યો












