ટ્રેન્ડિંગનેશનલ

SBI બેન્કના મેનેજરને ગામલોકોએ થાંભલા સાથે બાંધીને બરાબરનો મેથીપાક આપ્યો

બાલાસોર: ઓડિશાના બાલાસોર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સ્ટેટ બેન્ક ઓેફ ઈંડિયાના ગ્રાહક સેવા કેન્દ્રના મેનેજર રંજન રાણા પર સ્થાનિક લોકોએ કથિત રીતે નાણાકીય હેરફેર કરવાનો આરોપ લગાવતા હુમલો કરી દીધો હતો. આ ઘટના બાલાસોર જિલ્લાના દેઉલા હાટમાં આવેલી એસબીઆઈ ગ્રાહક સેવા કેન્દ્રમાં થઈ હતી, જે બાલિયાપાલ વિસ્તારમાં આવે છે.

જાણકારી અનુસાર, આરોપ છે કે રંજન રાણાએ એસબીઆઈના ગ્રાહકો સાથે છેતરપીંડી કરી લાખો રુપિયાની હેરાફેરી કરી છે. આ આરોપને લઈને ગુસ્સે થયેલા સ્થાનિક લોકોએ તેને વીજળીના થાંભલા સાથે બાંધી બરાબરનો મેથીપાક આપ્યો હતો. આ ઘટના બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. રંજન રાણા છેલ્લા કેટલાય વર્ષોથી દેઉલા હાટમાં એસબીઆઈ સેવા કેન્દ્ર ચાલવી રહ્યો હતો. સ્થાનિક લોકોનો આરોપ છે કે તેણે અસંખ્ય લોકોના લાખો રુપિયાની હેરફેર કરી છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હાલતને સંભાળવાની કોશિશ કરી હતી. ભીડ ખૂબ ગુસ્સામાં હતી અને પીડિતને છોડવા માટે તૈયાર નહોતા. પોલીસે ભારે મહેનત બાદ લોકોને સમજાવી સ્થિતિ પર કંટ્રોલ મેળવ્યો હતો.

આ પણ વાંચો: ઈન્દોર બાદ હવે મઉમાં દૂષિત પાણીથી હાહાકાર મચ્યો, 15 દિવસમાં બે ડઝનથી વધારે લોકો બીમાર થયા

Back to top button