ટ્રેન્ડિંગનેશનલ

બુલેટ ટ્રેન વિશે રેલવે મંત્રીએ આપ્યા ગુડ ન્યૂઝ! જાણો ક્યારે પૂરો થશે પ્રોજેક્ટ

નવી દિલ્હીઃ 23 જુલાઈ, 2025: Railway News: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (23 જુલાઈ) લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં  જણાવ્યું હતું કે, વાપી અને સાબરમતી વચ્ચેના બુલેટ ટ્રેન કોરિડોરનો ગુજરાતવાળો ભાગ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે અને મહારાષ્ટ્રથી સાબરમતી સેક્શન સુધીનો પ્રોજેક્ટ ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ (508 કિમી) જાપાનની તકનીકી અને નાણાંકીય સહાયથી બની રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે અને મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીમાં 12 સ્ટેશનો પર સ્ટોપેજ રાખવાની યોજના છે.

ગુજરાતનો ભાગ ડિસેમ્બર, 2027 સુધી પૂરો થશે

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “વાપી અને સાબરમતી વચ્ચેના કોરિડોરનો ગુજરાત ભાગ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. સમગ્ર પ્રોજેક્ટ (મહારાષ્ટ્રથી સાબરમતી વિભાગ) ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ થવાની આશા છે.”

1.08 લાખ કરોડમાં બનશે પ્રોજેક્ટ

આ વિશે વધુ વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ આશરે 1,08,000 કરોડ છે, જેમાંથી જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી 81 ટકા એટલે કે 88,000 કરોડનું ભંડોળ પૂરું પાડી રહી છે અને બાકીના 19 ટકા એટલે કે 20,000 કરોડનું ભંડોળ રેલવે મંત્રાલય (50 ટકા) અને મહારાષ્ટ્ર (25 ટકા) અને ગુજરાત (25 ટકા) સરકારો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

આ પણ વાંચોઃ બચતની સાથે સુરક્ષા પણ મેળવો, LIC ની આ વીમા પોલિસીઓમાં તમારા પૈસા રોકાણ કરો

આ પણ વાંચોઃ બિગ બી અને આમિર ખાનની કારને 38 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો!, શું છે સમગ્ર ઘટના જાણો

Back to top button