સલૂનના નામે ગંદા ધંધાનો પર્દાફાશ: દરોડા પાડ્યા તો અંદરનો નજારો જોઈ ચોંકી ગયા, કોન્ડોમના ઢગલાબંધ પેકેટ મળ્યા

સુરત, 28 ઓક્ટોબર 2025: સુરતમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. જ્યાં સલૂનના નામે ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચના સેલે ગોડાદરા વિસ્તારમાં આવેલા કેપિટલ સ્કવેર બિલ્ડિંગમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. કિંગ યુનિસેક્સ સલૂનના નામ પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ પર દરોડા પાડી પોલીસે 9 ગ્રાહકો અને સલૂનના મેનેજરની ધરપકડ કરી છે.
ઘટનાસ્થળ પરથી ભારતીય યુવતી મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના સેલને ચોક્કસ બાતમી મળી હતી કે ગોડાદરા કેપિટલ સ્કેવર બિલ્ડિંગના પહેલા માળે આવેલી કિંગ યુનિસેક્સ સલૂન નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે દેહવેપાર ચાલી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા હતા.
પોલીસે દરોડા પાડ્યા ત્યારે સલૂનની અંદર બનાવેલા ૩ અલગ-અલગ રૂમોમાં ૩ ગ્રાહકો લલનાઓ સાથે કઢંગી હાલતમાં ઝડપાયા હતા. સલૂનની આડમાં દેહવેપાર કરી રહેલી પશ્ચિમ બંગાળની ૪ ભારતીય મૂળની લલનાઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ ૭ ગ્રાહકો અને સલૂનના મેનેજર સમીર ઐયુબ્બ અન્સારી (ઉ.વ. ૨૪, મૂળ યુપી)ની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં સલૂનના માલિક તરીકે ઉદ્ધવ સુરેશ જોરે (ઉ.વ. ૩૮, રહે. પલસાણા)નું નામ ખુલ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે ગ્રાહકો પાસેથી ૧૦૦૦ રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેમાંથી ૩૦૦ લલનાને, ૨૦૦ મેનેજર સમીરને અને સૌથી મોટો હિસ્સો ૫૦૦ કમિશન તરીકે સલૂન માલિક ઉદ્ધવના ખાતામાં જમા થતો હતો. પોલીસે સલૂન માલિક ઉદ્ધવ જોરેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચના IUCAW સેલે આ અંગે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તથા ભારતીય ન્યાય સહિતાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.












