ગુજરાતટ્રેન્ડિંગ

‘ઓઈલ ફ્રી અને ગુણવત્તાયુક્ત ભજીયા ખવડાવ્યા’ ; ભજીયા વિવાદ અંગે મેયર માયા માવાણીની પ્રતિક્રિયા

Surat Mayor Maya Mavani Bhajiya Controversy: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ની તિજોરીમાંથી પ્રજાના નાણાંના ખર્ચે યોજાયેલી મિજબાનીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. દિવાળી પહેલા ‘ચંદની પડવા’ના દિવસે મળેલી સામાન્ય સભામાં ઘારી સાથે 750 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભજીયાનો નાસ્તો મંગાવવામાં આવ્યો હતો. માત્ર ભજીયા પાછળ જ આશરે 1 લાખ રૂપિયા (98,250 રૂપિયા) ખર્ચાઈ જતા ભારે વિવાદ સર્જાયો છે. જો કે, આ વિવાદ વચ્ચે સુરતના મેયર માયા માવાણીએ આ ખર્ચમાં કંઈપણ ખોટું ન હોવાનું જણાવીને તેને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

“બજાર કરતા 50 રૂપિયા ઓછા ભાવે લીધા” – મેયરનો તર્ક

વિવાદ વધ્યા બાદ મેયર માયા માવાણીએ બચાવ કરતા દાવો કર્યો હતો કે, ભજીયાનો બજાર ભાવ 800 રૂપિયા કિલો હતો, પરંતુ પાલિકાને તે 50 રૂપિયા ઓછા ભાવે એટલે કે 750 રૂપિયામાં મળ્યા છે. આમ, વધુ ભાવ ચૂકવવા છતાં તેમણે 50 રૂપિયા બચાવ્યા હોવાનો અનોખો તર્ક રજૂ કર્યો હતો.

મેયરે વધુમાં જણાવ્યું હતું કે, સસ્તું ખવડાવવાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરવું યોગ્ય નથી. પાલિકાએ લોકોને ઓઈલ-ફ્રી અને ગુણવત્તાવાળા ભજીયા ખવડાવ્યા છે અને પોતે પણ તે ખાધા હોવાથી તેની ગુણવત્તા સારી હોવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ ખાંભાના ઘરમાં સિંહની એન્ટ્રી! કલાકો સુધી ઓરડામાં જમાવ્યો અડિંગો

131 કિલો ભજીયા અને અંદાજે 400 લોકોએ કર્યો નાસ્તો

સામાન્ય સભા દરમિયાન 131 કિલો ભજીયા મંગાવવામાં આવ્યા હતા. મેયરના જણાવ્યા મુજબ, સભામાં કોર્પોરેટરો, મીડિયાકર્મીઓ, કર્મચારીઓ ઉપરાંત સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકો અને મુલાકાતીઓએ પણ નાસ્તો કર્યો હતો, જેથી અંદાજે 350 થી 400 લોકોએ નાસ્તો લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એક તરફ જ્યાં પાલિકાએ પ્રજાના પૈસાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, ત્યાં સામાન્ય સભા જેવા ગંભીર મંચ પર મોંઘા નાસ્તાના બિલ અને મેયરના ખુલાસાઓને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી થશે રોહિત શર્માનો રાજ્યાભિષેક? હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર તોળાતું સંકટ!

Back to top button